Gujarat Fake Court Case: ગુજરાતના અમદાવાદમાં એક વકીલ ઘણા વર્ષોથી નકલી જજ તરીકે નકલી કોર્ટ ચલાવતો હતો. નવાઈની વાત એ છે કે નકલી જજ (Gujarat Fake Court Case) અમદાવાદ સિવિલ કોર્ટ સામે પોતાની નકલી કોર્ટ ચલાવતો હતો. નકલી ન્યાયાધીશે અબજોની કિંમતની વિવાદિત જમીન સંબંધિત કેસમાં અનેક આદેશો પસાર કર્યા.
જ્યારે મામલો વાસ્તવિક કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેના પર કાર્યવાહી કરવામાં આવી. નકલી IPS, નકલી ઓફિસ બાદ હવે નકલી કોર્ટ અને જજનો પર્દાફાશ થયો છે. આ કેસમાં ગુજરાતના અમદાવાદમાં નકલી કોર્ટ પકડાઈ હતી. વ્યવસાયે નકલી ન્યાયાધીશ અને વકીલ તરીકે છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીનો આ ધંધો ચાલી રહ્યો હતો. જ્યારે મામલો સામે આવ્યો તો બધા ચોંકી ગયા. કોર્ટના આદેશ પર પોલીસે નકલી જજ સામે કડક કાર્યવાહી કરી હતી.
ન્યાયાધીશે આ આદેશ આપ્યો હતો
મળતી માહિતી મુજબ, નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન વિરુદ્ધ ફરિયાદ મળી ત્યારે સિટી સિવિલ કોર્ટના જજ જે.એલ. ચોટિયાએ પોલીસને આ મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે નકલી કોર્ટમાં રાખવામાં આવેલા કોમ્પ્યુટર, સીપીયુ અને અન્ય સાધનો જપ્ત કરવા પોલીસને આદેશ કર્યો છે.
પોલીસ તેની કાર્યવાહીમાં વ્યસ્ત છે. ત્યારે અમદાવાદમાં નકલી કોર્ટના આ ઘટસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે. લોકોને નવાઈ લાગે છે કે એક નકલી જજ કેવી રીતે વર્ષો સુધી લોકોને મૂર્ખ બનાવતો રહ્યો. જેમાં તેણે અમદાવાદ, વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં પણ કાંડ કર્યા છે. જેમાં વડોદરામાં કોટાલી ગામની સરકારી જમીન પચાવવાનો કારસો રચીને આ જમીનેને નકલી જજ બનીને હુકમ કરતા જે ખાનગી જમીનમાં ફેરવાઇ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App