The Kashmir Files ચાલુ ફિલ્મમાં ‘પાકિસ્તાન ઝીંદાબાદ’ ના નારા લાગ્યા -જુઓ વિડીયો

બોલિવુડની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (Kashmir Files) ચર્ચામાં છે. Kashmir Files 90ના દશકમાં કાશ્મીર વેલીમાં કાશ્મીરી પંડિતોના થયેલા પાલયનની કહાની છે. ભારતના કાશ્મીરના પંડિતો સાથે થયેલા અન્યાય અને અત્યાચાર પર બનેલી ફિલ્મ કાશ્મીર ફાઈલના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છેફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ ભારતના કાશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાય અત્યાચાર પર આખું ફિલ્મ બનાવવામાં આવ્યું છે

ફિલ્મમાં કાશ્મીર હિન્દુઓના દર્દને ઊંડાણપૂર્વક અને ખૂબ જ કઠોર રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે ફિલ્મ એવા ઘણા દ્રશ્યો છે જે તમારા રુવાડા ઉભા કરી દેશે ફિલ્મમાં નાખવામાં આવેલી સંવેદનાઓ મને હચમચાવી નાખે એવી છે ભાગ્યે જ કોઈ વ્યક્તિ છે કે જે ફિલ્મ જોઈને રડી ના પડે…

વાત છે તેલંગણાની.. તેલંગણાના એક થિયેટરમાં Kashmir Files ફિલ્મના શોમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા હતા. આ ચોંકાવનારી ઘટનાના પગલે થિયેટરમાં હંગામો થયો હતો. જેના કારણે થિયેટરમાં તનાવ ઉભો થયો હતો અને મારામારી પણ થઈ હતી.

જોકે ફિલ્મ જોવા આવેલા લોકોમાંથીં જાગૃત નાગરિક દ્વારા પોલીસને ફોન કરતા આ બાબતની પોલીસને જાણ કરાઈ હતી. જોકે પોલીસ આવે તે પહેલા આ બંને વ્યક્તિઓ ભાગી છુટયા હતા. હવે સીસીટીવી દ્વારા તેમની ઓળખની કોશીશ થઈ રહી છે. પોલીસનુ કહેવુ છે કે, અત્યાર સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. એવુ લાગે કે, કેટલાક લોકો માહોલ ખરાબ કરવા માટે અને તણાવ વધારવા માટે કોશિશ કરી રહ્યા છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના 18 માર્ચે તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં બની હતી. એવુ કહેવાય છે કે, બે વ્યક્તિઓએ થિયેટરમાં માહોલ ખરાબ કરવા માટે ભારત વિરોધી અને પાક તરફી નારા લાગ્યા હતા અને એ પછી ભડકેલા લોકોએ તેમની ધોલાઈ કરી નાંખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *