દર્દનાક હત્યાનો LIVE વિડીયો કેમેરામાં કેદ- યુવક કરગરતો રહ્યો પણ 18 ઘા જીંકી ગળું કાપી નાખ્યું

ભરૂચ(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. મંગળવારે રાતે જાહેરમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા યુવાનને દોડાવીને કરાયેલી ઘાતકી હત્યાના હચમચાવી દેતાં CCTV સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, ભરૂચના સોનેરી મહેલ વિસ્તારના ડુમવાડ વિસ્તારમાં રહેતો આર્યન હુસૈન ઝહીરુદ્દીન મન્સૂરીની તેના જ મિત્ર શેરપુરા ખુશ્બૂ પાર્કમાં રહેતા અઝહરુદ્દીન આસિફ મન્સૂરીએ ખૂબ નિર્દયતાથી હત્યા કરી નાખી હતી.

મળતી માહિતી મુજબ, ભરૂચના નર્મદા માર્કેટમાં મંગળવારની રાત્રે પત્ની સાથે અનૈતિક સંબંધ રાખનાર યુવાનની ઘાતકી હત્યા કરવાની ઘટનામાં પોલીસ દ્વારા આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે ઘટનાના સીસીટીવી ફૂટેજ લિકેજ થતાં હત્યારા પતિએ કઠણ કાળજાને પણ કંપારી છોડાવી દે તે રીતે ઉપરાછાપરી ચપ્પુના 18 ઘા ઝીંક્યા હોવાનો વિડીયો વાયરલ થતાં ઘટના ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જાણવા મળ્યું છે કે, ભરૂચ શહેરના ડુમવાડ વિસ્તારમાં રહેતાં અઝરૂદ્દીન આસીફ મન્સુરીની પત્ની સાથે વિસ્તારમાં જ રહેતાં અને ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલાં આર્યનહૂસેન ઝહિરૂદ્દીન મન્સુરીએ અનૈતિક સંબંધ બાંધ્યાં હતાં. જે અંગે અઝરૂદ્દીનને જાણ થતાં તેણે તેની પત્ની અને પરિવાર સાથે ડુમવાડ વિસ્તારમાંથી મકાન ખાલી કરી શેરપુરાના ખુશ્બુપાર્ક ખાતે રહેવા જતો રહ્યો હતો. તેમ છતાં આર્યને તેની પત્ની સાથેના અનૈતિક સંબંધ બંધ નહીં કરતાં અઝરૂદ્દીને તેને અનેક વાર ટોક્યો હતો. આ દરમિયાન, પત્ની અને આર્યન વચ્ચેના અનૈતિક સંબંધથી ત્રાસી અઝરૂદ્દીને ગયા મંગળવારે નર્મદા માર્કેટ ખાતે ફેબ્રિકેશનનું કામ કરી રહેલાં આર્યન પાછળ ચપ્પુ લઇ દોડતાં તેઓ નજીકમાં આવેલાં એક વર્કશોપ સુધી પહોંચ્યાં હતાં.

જ્યાં આર્યને પોતાનું સંતુલન ગુમાવતા તે જમીન પર પટકાતાં તેની પાછળ જ હાથમાં ચપ્પુ લઇને દોડીને આવેલા અઝરૂદ્દીને તેને ઘાતકી રીતે ઉપરાછાપરી 18 જેટલા ચપ્પુના ઘા માર્યા હતાં. જેમાં આર્યનનું મોત નીપજતાં પોલીસ દ્વારા હત્યારા અઝરૂદ્દીનને ઝડપી પાડ્યાં બાદ કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર રાખવામાં આવ્યા હતાં. આ દરમિયાન, હત્યાનો બનાવ વર્કશોપ પાસેના એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જેનો વિડિયો વાયરલ થતાં શહેર જિલ્લામાં હત્યારા પતિ દ્વારા કરાયેલી ઝનૂની હત્યાથી પંથકમાં સમગ્ર ઘટના હાલમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.

પત્ની સાથે આડાસંબંધને પગલે ખેલાયેલા આ ખૂની ખેલના સીસીટીવી પણ ધ્રુજાવી દે એવા છે. જાણવા મળ્યું છે કે, છરો લઈ પાછળ પડેલા અઝહરુદ્દીને 2 થી 3 ઘા માર્યા બાદ આર્યન નર્મદા માર્કેટની એલઈડી લાઈટ સર્વિસ વર્કશોપ પાસે પડી ગયો હતો. આર્યન આજીજી કરતો રહ્યો હોવા છતાં અઝહરુદ્દીને આર્યનને ઉપરાછાપરી 8 જેટલી વખત છરો મારતા અંતે તેણે દમ તોડી દીધો હતો. જોકે, આટલેથી પણ હત્યારા મિત્રનો રોષ અને ઝનૂન નહિ થતા તેણે વધુ 10થી 11 વખત છરો લાશમાં માર્યા બાદ અંતે તેનું ગળું કાપી નાખ્યું હતું.

મળતી માહિતી મુજબ, મંગળવારે સાંજે 7 કલાકની આસપાસ ભરૂચના નર્મદા માર્કેટમાં એક વ્યક્તિની પાછળ અન્ય એક વ્યક્તિ ચપ્પુ લઈને પડી હતી. આ જોઈ નર્મદા માર્કેટના વેપારીઓ પણ હેબતાઈ ગયા હતા. આ દરમિયાન આરોપીએ નર્મદા માર્કેટની એલઈડી લાઈટ સર્વિસ વર્કશોપ પાસે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો. વેપારીઓ કઈ મદદે પહોચે તે પહેલાં જ હત્યારો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે, પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હત્યારાને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો.

ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરવામાં આવતા મૃતક સોનેરી મહેલ વિસ્તારના ડુમવાડ વિસ્તારમાં રહેતો આર્યન હુસૈન ઝહીરુદ્દીન મન્સૂરી હોવાનું બહાર આવ્યું હતું. મારનાર આરોપીનું નામ અઝહરુદ્દીન આસિફ મન્સૂરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને હત્યા પરથી પડદો ઊંચકાયો હતો. આરોપી અઝહરુદ્દીનની પત્ની સાથે મૃતક આર્યન હુસૈનના અનૈતિક સંબંધ હતા.

વારંવાર આરોપી આર્યનને સમજાવતો હતો. પરંતુ, તે ન માનતાં તેને આ અંતિમ પગલું ભર્યું હતું અને આર્યનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જાણવા મળ્યું છે કે, નર્મદા માર્કેટના વર્કશોપમાં બચવા માટે દોડીને આવેલાં આર્યન પર અઝરૂદ્દીન ચપ્પુના ઘા કરી રહ્યો હતો. તે વખતે એક શખ્સ દ્વારા તેને આજીજી કરી સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં અઝરૂદ્દીને પોતાના ઝનૂનમાં તેને પણ ધમકીઓ આપ્યાં બાદ આખરે આર્યનને પતાવી જ દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *