એક એવી હરકત મહિલા ટીચરની નજરે આવી છે જેના વિશે જાણીને તમે પણ ચોકી જશો. જે બાળકોને ભણાવવાની સાથે-સાથે સારા સંસ્કાર આપવાની જવાબદારી પણ ધરાવે છે. તેણે સૌથી સન્માનિત ગુરૂના દરજ્જાને પણ કલંકિત કરી દીધી હતી. 39 વર્ષના પરણિત ટીચર હવસમાં એટલી આંધળી થઇ ગઇ હતી કે, તેણે 14 વર્ષના બાળક સાથે એકદમ શરમજનક હરકત કરી હતી.
મળતી માહિતી મુજબ, 39 વર્ષના ટીચર ક્રિસ્ટલ જૈક્સન પરણિત છે. તે કૈલિફોર્નિયામાં માઉન્ટેન વ્યૂ ઇંડિપેંડેંટ સ્કૂલમાં એક ફ્રીલાન્સ ટીચર તરીકે કામ કરે છે. આ ઉપરાંત અઠવાડિયામાં એક દિવસ તે ડનલપ લીડરશિપ એકેડમીમાં વન-ટૂ-વન સેશન લેવા માટે જાય છે. ક્રિસ્ટલ જૈક્સનની નિયત DLA માં અભ્યાસ માટે આવનાર 14 વર્ષના બાળક પર બગડી ગઇ હતી.
આરોપ એવું છે કે, કૈલિફોર્નિયામાં 14 વર્ષના બાળક સાથે ક્રિસ્ટલ જૈકસને બળાત્કાર ગુજાર્યો હતો. બાળકને એકવાર નહી પરંતુ ટીચરે બાળકને ત્રણ વાર પોતાનો ‘શિકાર’ બનાવ્યો હતો. કૈલિફોર્નિયાના ઇન્ટરનેટ ક્રાઇમ્સ અગેંસટ ચિલ્ડ્રન (ICC) ટાસ્ક ફોર્સને ટીચરની ગંદી હરકત વિશે સુરાગ મળ્યા હતા. ત્યારબાદ ટીચર વિરૂદ્ધ ગુનો નોધવામાં આવ્યો હતો.
એક વર્ષ સુધી આ કેસની તપાસ શરુ હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પહેલાં ટીચરે બાળક સાથે અશ્લીલ હરકતો બાદમાં ઓરલ સેક્સ કર્યું અને પછી રેપ કર્યો હતો. એક વર્ષ બાદ ગુનો સાબિત થતાં ક્રિસ્ટલ જૈક્સનની અટકાયત કરવામાં આવી હતી. જોકે પછી તેને જામીન આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.