કરુણ ઘટના: એક જ પરિવારમાંથી એક સાથે ઊઠી 6 અર્થી, સમગ્ર ઘટના જાણીને હદય કંપી ઉઠશે

છેલ્લા ઘણા સમયથી અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. તેવામાં મધ્યપ્રદેશ રાજગઢ જિલ્લાનું જીરાપુર શહેરમાં અકસ્માતના બનાવથી આખુ શહેર હિબકે ચડી ચડી ગયું, જ્યારે એક જ પરિવારનાં કુલ છ લોકોની અર્થી એક સાથે ઊઠી.

રાજસ્થાન રાજ્યમાં માર્ગ અકસ્માતનો શિકાર બનેલા સોની પરિવારનાં કુલ છ લોકોનાં અંતિમ સંસ્કાર જીરાપુરમાં કર્યા. જ્યારે 2 સંબંધીનાં અંતિમ સંસ્કાર મક્સીમાં કર્યા. આ બનાવને આખા શહેરને હલાવી દીધું  છે. સોની પરિવારની સાથે થયેલો આ કરૂણ બનાવની જાણ આજુબાજુનાં વિસ્તારોમાં ફેલાઈ જવાથી ત્યાં પણ શોકનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર, સોની પરિવારનાં આ બધા સભ્ય જીપ લઈને ખાટૂ શ્યામજીનાં દર્શન કરવા ગયા હતા. પાછા ફરતા સમયે ટોંક જિલ્લામાં એમની જીપ ટ્રેલરની સાથે ટકરાઈ ગઈ તેમજ કુલ આઠ લોકોનાં કરૂણ મૃત્યુ થયા. મૃતકોમાં ચાર પુરુષ, બે મહિલા તેમજ બે બાળકો સામેલ છે.

દુર્ઘટનામાં 4 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. આ બધાની સાથે એક 3 વર્ષીય બાળકી પણ હતી, તેનો આબાદ બચાવ થયો છે. આ કરૂણ બનાવ ભોગ બનેલા શ્યામ સોની, રામ બાબૂ, લલિત, નયન, અક્ષિતા તેમજ બબલીને સુંદર સોની દ્વારા મુખાગ્નિ આપવામાં આવી. બબલીની 2 માસ અગાઉ જ સગાઈ થઈ હતી તેમજ મે માસમાં એનાં લગ્ન થવાનાં હતા. આમાં સ્વર્ણકાર સમાજનાં પ્રતિનિધિ તેમજ ઘણી જનપ્રતિનિધિ પણ અહીંયા પહોંચી ગયા.

સુંદર સોનીની કાકાની દીકરી મમતા પતિ દિલીપ તેમજ દીકરા અક્ષતનાં અંતિમ સંસ્કાર મક્સીમાં કર્યા. મધ્યપ્રદેશ રાજગઢ જિલ્લાનાં સારંગપરુ નેશનલ હાઇવે-3 પર સાત માસ અગાઉ પણ ભીષણ દુર્ઘટના બની હતી. ગત વર્ષે જૂન માસમાં સવારનાં સમયે છ વાગ્યે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભીષણ બનાવમાં એક જ પરિવારનાં ત્રણ લોકો સહિત 2 લોકોનાં મૃત્યુ નીપજ્યા હતા.

બીજી બાજુ, ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે સારંગપુર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઉમાશંકર મુકાતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઔરંગાબાદથી લખનઉ જતી સાધુઓની ઇનોવા કારની ગુનાથી ઈન્દોર જતી વેગનઆરનથી સાથે સવારનાં સમયે છ વાગ્યાની આજુબાજુ ગોપાલપુરા બાયપાસની પાસે જોરદાર ટક્કર થઈ ગઈ હતી. આ બનાવમાં વેગનઆરમાં સવારી કરી રહેલા 5 માંથી 4 લોકોનાં મૃત્યુ નીપજયા હતા. બીજી બાજુ ઇનોવામાં સાર જૂના અખાડાનાં ઉસ્તાદ સાધુનું મૃત્યુ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *