જે પરિવારે નવું કાર્ડ કઢાવ્યું હોય અથવા રાશન ઓછું મળ્યાની ફરિયાદ કરી હોય અથવા જે પરિવારે કાર્ડનું વિભાજન કર્યું હોય, તેવા નામને રાશનની યાદીમાંથી બહાર કર્યાના અનેક દાખલા સામે આવતા હોય છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં 3.82 કરોડ લોકો માટેનું અનાજ ફાળવ્યું હતું.
સાંસદમાં રજૂ કરાયેલ વિતરણના આંકડા અનુસાર ગુજરાત સરકારે સરેરાશ 3.21 કરોડ લોકો સુધી આ અનાજ પહોંચાડાયું હતું. સંસદમાં રજુ થયેલ આંકડા અને વાસ્તવિક આંકડા વચ્ચે 60 લાખ નો તફાવત હોવાનું સામે આવ્યું છે. સરકારે વિભાજનબાદ APL યાદીમાં સમાવેશ કરેલા લોકોને ફરી આવરી લેવાનો અને વધુ 10 લાખ કાર્ડનો આ યાદીમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો.
‘માહિતી અધિકાર ગુજરાત પહેલ’ના સચિવ પંક્તિ જોગ કહે છે કે, આ યાદીમાંથી નામ ડિલીટ થઈ ગયા હોય તેવા પરિવારની સંખ્યા ખરેખર ખુબ જ મોટી છે. આ માહિતીમાં માત્ર 38 તાલુકાઓની જ વિગતો છે. ‘માહિતી અધિકાર કાયદા’ અંતર્ગત કરાયેલ અરજીમાં બાકીના જિલ્લા-તાલુકાઓની વિગત પણ બહાર પાડવામાં આવશે.”
તેમણે આગળ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે RTI માં આપેલ માહિતીમાં ગુજરાતને 3.82 કરોડ લોકો માટેનું અનાજ ફાળવ્યું છે, જ્યારે સાંસદમાં રજૂ કરાયેલ વિતરણના આંકડા મુજબ ગુજરાત સરકાર સરેરાશ 3.21 કરોડ લોકો સુધી અનાજ પહોંચાડે છે. અહિયાં 60 લાખ નો સ્પસઠ તફાવત જોવા મળી રહ્યો છે.
બજેટની જોગવાઇ હોવા છતાં કેટલાય વખતથી 60 લાખ લોકોને અનાજથી વંચિત રાખવાનો આરોપ સરકાર પર મુકવામાં આવ્યો છે. સંસદમાં પસાર થયેલ કાયદાનું અપમાન તો છે જ પણ લોકોના જીવવાના અધિકારની પણ અવગણના કરવામાં આવી રહી છે. તાજેતરમાં સરકારે વિભાજનબાદ APL કરેલા લોકોને ફરી આવરી લેવાનો અને વધુ 10 લાખ કાર્ડનો યાદીમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે, તે સારી બાબત છે.
એક બાજુ પોષણ વર્ષ તરીકેની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી બાજુ કુપોષણમાં વધારો થાય તે પ્રકારની પ્રક્રિયા સતત 4 વર્ષ સુધી ચાલી રહી છે, અને સરકારે આ ઘટના માટે જવાબદાર વ્યક્તિની સામે પગલાં લેવા જ જોઈએ. કાયદાની જોગવાઈ જોતાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર મળીને કુલ 4.11 કરોડ લોકોને આવરી લઈ શકીએ તેવી જોગવાઇ પણ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle