કૂતરાનું ટોળું 4 વર્ષની માસુમ બાળકી પર તુટી પડ્યું: હાથે પગે બચકા ભર્યા અને…જુઓ વિડીયો

Dog Attack Viral Video: એક માસુમ બાળકી પર કૂતરાના હુમલાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો હૈદરાબાદનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં રસ્તા (Dog Attack Viral Video) પર એક 4 વર્ષની માસુમ બાળકી રમી રહી હતી અને તેના પર કૂતરા તૂટી પડે છે. કૂતરાએ બાળકીના હાથ અને પગ પર બચકા ભર્યા હતા અને તેને ત્યાંથી ઢસડીને લઈ જવા લાગ્યા.

એવામાં બાળકીના બૂમબરાડા સાંભળી પાડોશી મહિલાએ તેને બચાવવા માટે દોડી અને કુતરાઓને ત્યાંથી ભગાડ્યા હતા. ત્યારે જઈને બાળકીનો જીવ બચ્યો. કૂતરાઓના આ હુમલામાં બાળકી ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ હતી.

બાળકી પર તૂટી પડ્યા કુતરાઓ
કૂતરાઓના હુમલાનો વિડીયો રોડ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે. જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો હૈદરાબાદના રાજેન્દ્રનગરના ગોલ્ડન હાઇટ્સ કોલોનીનો છે. જેમાં જોઈ શકાય છે કે રોડ પર એક છોકરી રમી રહી હતી. એવામાં રોડ પર ફરી રહેલા કૂતરાઓએ બાળકી પર હુમલો કરી દીધો. બે કુતરાઓ બાળકી પર તૂટી પડ્યા અને તેના હાથ પગ પર બચકા ભર્યા હતા. થોડીવાર બાદ એક કુતરો તો બાળકીનો એક પગ પોતાના જડબામાં પકડી તેને ઘસીડીને લઈ જવા લાગ્યો.

સ્થાનિક લોકોએ બચાવ્યો બાળકીનો જીવ
કુતરાએ હુમલો કર્યો ત્યારે બાળકી બૂમમરાડા પાડવા લાગી હતી. આખરે બાળકીનો અવાજ સ્થાનિક લોકોના કાને પડ્યો અને તેઓ દોડી બાકીને બચાવવા માટે આવ્યા અને કુતરાઓને ભગાડ્યા હતા. વીડિયોમાં એક મહિલાને કૂતરાઓને ભગાડતા જોઈ શકાય છે. વિડીયો જોયા બાદ એ માલુમ પડી રહ્યું છે કે બાળકીનો પગ ખરાબ રીતે ઘાયલ થઈ ચૂક્યો છે અને તેને ઉભા રહેવામાં પણ તકલીફ પડી રહી છે.