Uttar Pradesh Accident: ઉત્તર પ્રદેશના હાપુડમાં શુક્રવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. અહીં એક સ્પીડમાં આવતી જીપે બુલેટ(Uttar Pradesh Accident) સવાર બે ભાઈઓને ટક્કર મારી હતી. તેમજ આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને ભાઈઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. પોલીસે બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ઉપરાંત વાહનો કબજે લેવાયા હતા.
બુલેટ સવાર બે ભાઈઓના ઘટના સ્થળે જ કરૂણ મોત
હાપુડમાં માર્ગ અકસ્માત બાબુગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. બાબુગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સિમરૌલી નવા બાયપાસ પાસે બુલેટને એક પુરપાટ ઝડપે આવતા બોલેરો જીપએ ટક્કર મારી હતી.આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના ટુકડા થઈ ગયા હતા. જેમાં બુલેટ સવાર બે ભાઈઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. ગુડગાંવ નિવાસી રાધેશ્યામ શ્રીવાસ્તવનો પુત્ર વિકાસ શ્રીવાસ્તવ તેના નાના ભાઈ 22 વર્ષીય વિશાલ શ્રીવાસ્તવ સાથે બુલેટ પર અલ્મોડાના જાગેશ્વર જવા નીકળ્યો હતો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા
જ્યારે તે બાબુગઢ પોલીસ સ્ટેશનના સિમરોલી નવા બાયપાસ પાસે પહોંચ્યો ત્યારે એક ઝડપી બોલેરોએ તેની બુલેટને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે મોટરસાયકલ પર સવાર બંને ભાઈઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.આ સાથે જ બંને વાહનો જપ્ત કર્યા હતા.
બંને ભાઈઓના મૃત્યુ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે બાબુગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પટનેશ કુમારનું કહેવું છે કે બુલેટ અને બોલેરોની ટક્કરમાં બે ભાઈઓના મોત થયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. કેસની તપાસ ચાલી રહી છે.
તો બીજી તરફ જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારના હરસુંદી ગામમાં શુક્રવારે બપોરે બે બાઇક સામસામે અથડાયા હતા. અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બાઇક પર સવાર બે યુવકોની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App