જીવતા દર્દી તો શું મરેલાની પણ સાચવણી નથી થતી! બે દિવસ મૃતદેહ પડી રહેતા કીડીઓ આંખો કોતરીને ખાઈ ગઈ

કોરોનાના વધતા કેસ વચ્ચે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલમાં મૃતદેહોની હાલત કેવી હોય છે એ અંગે જાણવામાં આવ્યું…

કોરોનાના વધતા કેસ વચ્ચે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલમાં મૃતદેહોની હાલત કેવી હોય છે એ અંગે જાણવામાં આવ્યું તો એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. એમાં બે-બે દિવસથી પડેલા મૃતદેહને જ્યારે સ્મશાનમાં લાવવામાં આવ્યો ત્યારે તેની આંખો ઉપર કીડીઓ ફરી રહી હતી.

એટલું જ નહીં, આ કીડીઓએ મૃતદેહની આંખો પણ કોતરી ખાધી હતી, જેને લઈને સાબિત થાય છે કે સિવિલમાં જીવતા તો શું મરેલા માણસોની પણ સાચવણી કરવામાં આવતી નથી. અત્યારસુધી તો માત્ર સારવાર નથી મળતી, ઇન્જેક્શન નથી મળતાં, સુવિધાનો અભાવ છે, ગંદકી છે એવું જ સામે આવ્યું હતું, પરંતુ રિયાલિટી ચેક કરતા હવે તો સિવિલમાં મૃતદેહની સાચવણી પણ નથી થતી એવો ઘટસ્ફોટ થયો છે.

આ કાળ બનતા કોરોનાએ લોકોનાં જીવન તો બદલી નાખ્યાં છે, પરંતુ મૃત્યુ બાદની વિધિઓમાં પણ વિઘ્ન ઊભા કર્યા છે. આ મહામારીએ તો ચારેતરફ હાહાકાર મચાવી દીધો છે, પરંતુ તંત્રની બેદરકારી અને વ્યવસ્થાના અભાવે અનેક પરિવારોને 36થી 48 કલાકે પોતાનાં સ્વજનોના મૃતદેહ મળી રહ્યા છે. વિધિની વક્રતા તો જુઓ હિંદુ સંસ્કૃતિમાં ઘરની લક્ષ્મીનું નિધન થાય તો સંધ્યા ઢળ્યા બાદ તેની અંતિમક્રિયા બીજા દિવસે સવારે કરવામાં આવે છે.

પરંતુ, અહીં તો માત્ર મૃતદેહોને સળગાવવાની જ વાત છે. એટલે કોવિડને કારણે મહિલાનું મૃત્યુ થાય તો તેની પણ અંતિમવિધિ રાત્રિએ જ કરી નાખવામાં આવે છે. હિંદુ સંસ્કૃતિ મુજબ વિધિ ન કરી શકતો પરિવાર કચવાટમાં સ્વજનના મૃતદેહની રાહ જોતો રહે છે અને કલાકોની રાહ બાદ અંતિમવિધિ પહેલાં મજબૂર બનીને ટેલિફોનિક બેસણા કરવા પડે છે. લોકોના આરોપ એ છે કે, તમારે જે છુપાવવું હોય એ છુપાવો પણ મૃતદેહ તો અમને સમયસર આપી દો.

નવલનગરમાં રહેતા રાજેશભાઇ બરનવાલ, તેના પિતા રાધેશ્યામભાઇ સહિતનો પરિવાર કોરોનાગ્રસ્ત થયો હતો. રાધેશ્યામભાઈને કોવિડ સેન્ટરમાં શિફ્ટ કરાયા બાદ સોમવારે ક્વોરન્ટીન ટાઈમ પૂરો થતાં તેમનો પૌત્ર ત્યાં ગયો. રજિસ્ટરમાં તેઓ દાખલ હોવાનું જણાતું હતું, પરંતુ સ્ટાફે રાધેશ્યામભાઇ હોસ્પિટલમાં નથી એવું કહ્યું હતું. પરિવારે ખૂબ દોડધામ કરી. આખરે પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી.

પોલીસ પહોંચી ત્યારે સ્ટાફે રાધેશ્યામભાઇ દાખલ હોવાની વાતો કરી હતી. પરિવારે ચહેરો બતાવવાનું કહ્યું તો, તેના પૌત્ર અંકિતને લઇ જવામાં આવ્યો અને દાદાનાં અંતિમ દર્શન કરાવ્યાં, આખો દિવસ દર્દી દાખલ હોવાનું રટણ કરતા સ્ટાફે કલાકો બાદ મૃતદેહ બતાવ્યો. હવે સવાલ ઉભો થયો છે કે, જો દર્દીનું મૃત્યુ થયું હતું તો દાખલ જ નથી તેવી વાતો શા માટે કરી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *