ઝગમગી ઉઠ્યું પ્રયાગરાજ: આવો ભવ્ય અને સુંદર નજારો પહેલાં ક્યારેય નહીં જોયો હોય, ટેન્ટ સિટી આર્કષણનું કેન્દ્ર

Mahakumbh 2025: આસ્થાના મહાસાગર સમાન મહાકુંભનો આરંભ થયો છે. દેશવિદેશમાંથી હજારો-લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યાં છે, ત્યારે મહાકુંભના (Mahakumbh 2025) ટુર પેકેજની ભારે ડિમાન્ડ બોલાઈ રહી છે. મહાકુંભ માટે ટુર ઓપરેટરોને ત્યાં ઇન્કવાયરીની સાથે સાથે બુકિંગ પણ થઈ રહ્યું છે. શાહી સ્નાન કરવા ગુજરાતીઓ મોટી સંખ્યામાં પ્રયાગરાજ પહોંચી રહ્યાં છે. આ જોતાં અમદાવાદથી પ્રયાગરાજ થતી ફ્લાઇટ્સ પણ ફુલ થઈ છે.

એક લાખ સુધી પહોંચ્યું લકઝુરિયસ ટેન્ટનું ભાડું
ટુર ઓપરેટરોનું કહેવું છે કે, શ્રદ્ધાળુઓના ભારે ઘસારાના કારણે હોટેલના ભાડા પણ બમણાં થઈ ગયાં છે. જેમકે, 1500 રૂપિયાના રૂમનું ભાડુ 2500 બોલાઈ રહ્યું છે. આ જ પ્રમાણે, ગંગા કિનારે લકઝુરિયસ ટેન્ટનું ભાડું 8 હજાર રૂપિયાથી માંડીને એક લાખ સુધી પહોચ્યું છે.

મહાકુંભમાં ગુજરાતીઓ જઈ શકે તે માટે અમદાવાદથી પ્રયાગરાજ સુધીની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. જ્યાં આ ફ્લાઇટનું ભાડું 4-5 હજાર હતું તે હાલ 12 હજાર સુધી પહોંચી ગયું છે. મોટાભાગની ફ્લાઇટ ફૂલ થઈ ગઈ છે. આમ, ટુર ઓપરેટરોને મહાકુંભ ફળે તેમ છે. કારણ કે, જે પ્રકારે ઇન્કવાયરી થઈ રહી છે અને બુકિંગ શહરૂ છે, તે પ્રમાણે મોટી સંખ્યામાં ગુજરાતીઓ મહાકુંભમાં પહોંચે તેવી સંભાવના છે.

ગંગામાં ફ્લોટિંગ ક્રૂઝ બન્યું આકર્ષણનું કેન્દ્ર
ગંગામાં ફ્લોટિંગ ક્રૂઝ ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. કારણ કે, ક્રુઝની વિશેષતા છે કે, ક્રુઝમાં કુંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ક્રુઝમાંથી ગંગા સ્નાનનો લાભ મળી શકે છે. આ ક્રુઝમાં પાંચ રૂમ છે અને તેની એક રાતનો ભાવ 7 લાખ રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. હાલ, ગુજરાતીઓ આ ક્રુઝ વિશે પણ માહિતી મેળવી રહ્યા છે.