કેનેડા: વિશ્વમાં બહુ અજીબ લોકો રહે છે. એક વ્યક્તિ છે જે કેનેડામાં રહે છે. તેમનું નામ બ્રશ બીચ છે. આ વ્યક્તિએ પોતાના ઘરની પાછળ 42 બસ દાટી દીધી છે. આ વ્યક્તિએ વર્ષો પહેલા પોતાન ઘરની પાછળ 42 બસો દાટી દીધી હતી. તેમની આ હરકત જાણીને આસપાસના લોકો પણ હેરાન રહી ગયા હતા. પરંતુ જયારે આ વાત પાછળનું કારણ સામે આવ્યું ત્યારે બધા જ લોકો આ વ્યક્તિના વખાણ કરવા લાગે છે. પોતાની પત્ની સાથે મળીને આ વ્યક્તિએ બસો દફનાવી હતી. દાટેલ બસની અંદર તેમણે સુરંગ બનાવી હતી. જમીનની અંદર બનેલ પરમાણુ હુમલાને સહન કરી શકે તેટલી તાકાત આ સુરંગમાં છે.
મળતી માહિતી અનુસાર, તેમણે વર્ષો પહેલા જ બસને દાટવાનું કામ શરુ કરી દીધું હતું. આ કામ વિષે જયારે વધુને વધુ લોકોને ખબર પડવા લાગી ત્યારે બધા જ લોકો નવાઈ પામી રહ્યા છે. પણ જયારે આની પાછળ રહેલ સાચું કારણ જાણીને લોકોએ વ્યક્તિના વખાણ કરી રહ્યા છે.
તેમણે પોતાની પત્ની સાથે મળીને 42 બસને દાટવાનું કામ કર્યું હતું. બ્રુસે આની અંદર એવી સુરંગ બનાવી છે કે, એ સુરંગની અંદર જરૂરિયાતના સમયે ઉપયોગ કરી શકીએ તેવું છે. આ સાથે મુકેલ ફોટો જોઈને તમે અંદાજો લગાવી શકો છો. આ સુરંગનું નિર્માણ તેમણે ભવિષ્યમાં થવાવાળા પરમાણુ હુમલાને ધ્યાનમાં રાખીને કર્યું છે. આ કારણે જ તેમણે 1980થી જમીનમાં નીચે છુપાવવા માટે અને રહેવા માટે મોટી મોટી સુરંગ બનાવવાની શરૂઆત કરી હતી.
બ્રુસે તૈયાર કરેલ આ સુરંગમાં 42 બસોની મદદ લેવામાં આવી હતી. બ્રુસે 42 બસ 12,600 ડોલરમાં ખરીદી હતી. આ બસસુરંગમાં એકસાથે 350 વ્યક્તિઓ રહી શકે એટલી જગ્યા છે. પરમાણુ હુમલો સહન કરવાની તાકાત આ સુરંગમાં છે. આ સુરંગ જમીન નીચે 10,000 સ્કવેર ફૂટ પહોળી છે આ જોઈને કોઈપણ આશ્ચ્ર્યચકિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.