બંધ રેસ્ટોરન્ટ માં ઘુસી ઘણા દિવસો સુધી રહ્યો, આટલા લાખનું ખાઈ ગયો આ વ્યક્તિ

કોરોનાવાયરસ ના કારણે જ આખી દુનિયામાં ઘણા લોકો પોતાના ઘરમાં કેદ છે,એવામાં એક વ્યક્તિ બંધ રેસ્ટોરન્ટ માં ઘુસી ગયો અને ચાર દિવસ સુધી ત્યાં જ…

કોરોનાવાયરસ ના કારણે જ આખી દુનિયામાં ઘણા લોકો પોતાના ઘરમાં કેદ છે,એવામાં એક વ્યક્તિ બંધ રેસ્ટોરન્ટ માં ઘુસી ગયો અને ચાર દિવસ સુધી ત્યાં જ ખાતો પીતો અને સુઈ રહ્યો. ૪૨ વર્ષના આ વ્યક્તિ પર આરોપ છે કે એ દરમિયાન લાખો રૂપિયાનો ખાવાનું ખાઈ ગયો અને દારૂ પણ પી ગયો.

આ મામલો અમેરિકાનો newhaven શહેરનો છે. ૪૨ વર્ષના લુઇસ પર પોલીસે ઘણા અપરાધિક મામલાઓ નો કેસ નોંધી લીધો છે અને તેને જેલ મોકલી દીધો છે.

એક રેસ્ટોરન્ટમાં તે ઘૂસી ગયો હતો જે કોરોનાવાયરસ ના કારણે બંધ કરવામાં આવ્યું હતું.ગયા મંગળવારે મેનેજરને અજાણ્યા વ્યક્તિને રેસ્ટોરન્ટમાં ઘુસવાનીની જાણકારી પોલીસને આપી હતી.

પોલીસે કહ્યું કે આરોપી વ્યક્તિ પાસે રમ ની બોટલો પણ મળી આવી છે.રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ નું કહેવું છે કે આ વ્યક્તિએ લાખો રૂપિયાનું ખાવાનું ખાઈ ગયો અને દારૂ પણ પી લીધો છે.

રેસ્ટોરંટ અને અધિકારીઓ મુજબ આ વ્યક્તિ શરાબી 70 બોટલો પી ગયો હતો.આ ઉપરાંત એ ચોરી કરીને પણ ક્યાંથી લઇ ગયો.જે cctv ફૂટેજથી માલૂમ પડ્યું કે આરોપી વ્યક્તિએ 11 એપ્રિલના રોજ એક બંધ બારી દ્વારા રેસ્ટોરન્ટમાં અંદર દાખલ થયો. નીકળતી વખતે તે પોતાની સાથે ખાદ્યસામગ્રી પણ લેતો ગયો હતો.

જણાવી દઈએ કે અન્ય દેશોની જેમ અમેરિકાના મોટા ભાગોમાં પણ lockdown જાહેર કરવામાં આવ્યું છે, મોટાભાગની ઓફિસો બંધ છે અને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.

અમેરિકામાં કોરોનાવાયરસ ના કારણે મોટી સંખ્યામાં લોકો બેરોજગાર પણ થઇ ગયા છે. તેમણે ઘર ખર્ચો કાઢવો મુશ્કેલ પડી રહ્યો છે. ઘણા શહેરોમાં lockdown ના વિરોધમાં પ્રદર્શન પણ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *