ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ધમકી, જો કોરોનાવાયરસ માટે હશે જવાબદાર તો પરિણામ…

કોરોનાવાયરસ મહામારી થી દુનિયાભરમાં મરનારની સંખ્યા દોઢ લાખથી વધારે થઈ ગઈ છે.આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ચીનના વિરુદ્ધ છતાં સંકેત આપ્યો છે કે,…

કોરોનાવાયરસ મહામારી થી દુનિયાભરમાં મરનારની સંખ્યા દોઢ લાખથી વધારે થઈ ગઈ છે.આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ચીનના વિરુદ્ધ છતાં સંકેત આપ્યો છે કે, જો કોરોનાવાયરસ સંકટ માટે ચીન જવાબદાર નીકળશે તો તેમને પરિણામ ભોગવવા પડી શકે છે.વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું તે કોરોનાવાયરસ ને ચીનમાં શરૂ થતાં પહેલા રોકી શકાયો હોત પરંતુ એવું ન થયું અને આજે આખી દુનિયા સંકટમાંથી પસાર થઇ રહી છે.

ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે ચીનને કોરોના મહારે મારી માટે અંજામ આપવો પડી શકે છે તો એના પર તેમણે કહ્યું કે જો તેઓ જાણી જોઈને જવાબદાર છે તો હા તેના પરિણામ તેમને ભોગવવા પડી શકે છે. પરંતુ જો આ એક ફક્ત ભૂલ હોય તો ભૂલ એ ભૂલ જ કહેવાય.ચીનમાં વુહાન શહેરથી શરૂ થયેલ આ મહામારી હતી અને અત્યાર સુધી દુનિયાભરમાં 1 લાખ 57 હજાર થી વધારે લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

અમેરિકન રાષ્ટ્રપતિએ ચીનમાં કોરોના થી થનાર મૃત્યુની સંખ્યા ને લઈને આશંકા વ્યક્ત કરતા કહ્યું કે ચીનમાં મૃતકોની સંખ્યા જોવા જઈએ તો અમેરિકાથી આગળ છે.તેમણે ચીન ઉપર મૃતકોની સંખ્યા સંતાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે અમારી કરતા ચીનમાં મરનારની સંખ્યા વધારે છે.

આના પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે ચીનમાં કોરોના થી મરનારની સંખ્યા વાસ્તવમાં જણાવવામાં આવેલી સંખ્યા કરતાં પણ વધારે છે.તેમણે કહ્યું કે અજાણ્યા દુશ્મનથી થનાર મોતની સંખ્યા ચીનથી અચાનક વધારી જાહેર કરી દીધી છે પરંતુ આ તેનાથી ઘણી વધારે છે.તેમણે દાવો કર્યો છે કે અમેરિકામાં થઈ રહેલ મૃત્યુની સંખ્યાથી પણ ઘણાં મૃતકોની સંખ્યા ચીનમાં વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *