સિંહના પાંજરામાં હાથ નાખવો આ યુવકને ભારે પડી ગયો- હિંમતવાળા જ જોવે આ વિડીયો!

Published on: 11:39 am, Thu, 10 February 22

આ દિવસોમાં સોશિયલ મીડિયા(Social media) પર એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રાણી સંગ્રહાલયમાં(Zoo) પાંજરામાં બંધ બબ્બર સિંહ સાથે મસ્તી કરવી એક વ્યક્તિને ભારે પડી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના સેનેગલના(Senegal) પાર્ક હેન ઝૂમાં(Park Hen Zoo) બની હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિએ ખબર નહિ શું વિચારીને સિંહના પાંજરામાં હાથ નાખ્યો. આ પછી જે પણ થયું તે જોઈને કોઈના પણ શ્વાસ થંભી જાય. વ્યક્તિએ વિચાર્યું હશે કે તે સિંહને થોડું સ્નેહ કરશે, પરંતુ તેને શું ખબર કે સિંહ પણ ભૂખ્યો બેઠો છે અને તેનો હાથ પકડી લેશે. આ વીડિયો ઘણો જૂનો છે, પરંતુ સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે.

સિંહની ગર્જના સાંભળીને જંગલના ખૂંખાર પ્રાણીઓ પણ ધ્રૂજી ઉઠે છે, તો અહિયાં તો સિંહ સાથે એક માણસે મોજ-મસ્તીમાં પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો. જો કે, આ પ્રથમ વખત નથી કે સિંહે માનવ પર હુમલો કર્યો હોય. આ પહેલા પણ આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. હાલના આ વીડિયોમાં પાંજરામાં બંધ સિંહે માણસનો હાથ તેના જડબામાં ફસાવ્યો છે. તે દરમિયાન, વ્યક્તિ પીડાને કારણે જોરથી ચીસો પાડે છે. તે જ સમયે, તે પોતાનો હાથ બહાર કાઢવાનો પૂરો પ્રયાસ કરે છે, પરંતુ તે નિષ્ફળ જાય છે. ત્યારે નજીકમાં હાજર કેટલાક લોકો પથ્થરો ફેંકીને સિંહનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ સિંહ હટતો નથી.

 

View this post on Instagram

 

A post shared by GEO_WILD (@_geowild)

મળતી માહિતી અનુસાર આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @_geowild નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો માત્ર થોડીક સેકન્ડનો છે, પરંતુ તેને જોયા બાદ કોઈના પણ હૃદયના ધબકારા વધી શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહ વ્યક્તિનો હાથ બિલકુલ છોડવાના મૂડમાં નહોતો. આ વીડિયો જોયા પછી ભાગ્યે જ કોઈ આવી ભૂલ કરવાનું વિચારશે.

અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. તે જ સમયે, જ્યાં કેટલાક લોકો વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે, તો ઘણા લોકોએ ફની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે આ અકસ્માત બાદ હવે આ વ્યક્તિ જીવનભર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.