કોરોના મહામારીથી બચવા જાહેર કરવામાં આવેલ લોકડાઉનના કારણે સુરતનો ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ બે મહિના બંધ રહ્યો હતો. બધા રત્નકલાકારો અને બીજા અન્ય કામદારો ઘરે જ બેઠા હતા. અને ઉદ્યોગો પાછા ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા અનલોક 1માં નોન કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ધંધા અને ઉધોગોને ખોલવાની છૂટછાટ આવી હતી, એ હેતુસર સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગો શરૂ થયો હતો.
સુરતમાં હીરાના કામદારોમાં કોરોનાનું સંક્રમણ વધતા સુરત મહાનગરપાલિકા દ્વારા ડાયમંડ એસોસિએશન સાથે બેઠક કરીને નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો હતો. હીરા ઉદ્યોગ બાદ હવે ટેક્સટાઇલમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા બજારના વેપારીઓ સાથે એક મીટીંગનું આયોજન કર્યું હતું. જેમાં કાપડ માર્કેટ સપ્તાહના માત્ર પાંચ દિવસ જ ખુલી રાખવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેલ્લા ત્રણ દિવસમાં 82 જેટલા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ડાયમંડ ઉદ્યોગ બાદ ટેક્સટાઇલ ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધતા સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાની, મેયર જગદીશ પટેલે સુરત મહાનગરપાલિકાની કચેરી પર વિવિંગ ઇન્ડસ્ટ્રીઝના વિવર્સ આગેવાનોની સાથે બેઠક કરીને ટેક્સટાઇલ ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ કેવી રીતે ઓછું કરી શકાય તે વિષયે ચર્ચા કરી હતી. અને પછી નક્કી કર્યું કે, હવેથી કોરોના વધારે ના ફેલાય તે માટે ટેક્સટાઇલના તમામ માર્કેટોને પણ હીરા ઉદ્યોગોની જેમ શનિવાર અને રવિવાર એમ બે દિવસ બંધ રાખવામાં આવે.
સાથે-સાથે આવી રહ્યું છે UNLOCK 2.0- સરકાર કરી શકે છે આ મોટા ફેરફાર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news