આવી રહ્યું છે UNLOCK 2.0- સરકાર કરી શકે છે આ મોટા ફેરફાર

સમગ્ર દેશમાં 22 માર્ચથી કોલડાઉન કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકો ઘરે પરેશાન હતા. જેના કારણે સરકાર દ્વારા અનલોક-1.0 લાગુ કરવામાં આવ્યું હતું. અને હવે અનલોક-2…

સમગ્ર દેશમાં 22 માર્ચથી કોલડાઉન કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકો ઘરે પરેશાન હતા. જેના કારણે સરકાર દ્વારા અનલોક-1.0 લાગુ કરવામાં આવ્યું હતું. અને હવે અનલોક-2 અંગે આજે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરૂ થઇ ગઇ છે. કોરોના સંક્રમણને લઇને કોવિડ લેબ ટેસ્ટના ભાવ વધારા મુદ્દે ચર્ચા થઇ શકે છે. સાથે સુરત અને અમદાવાદમાં વધતા જતા કેસ અંગેની સમીક્ષા કરાશે.

અત્રે નોંધનીય છે કે, અનલોક-1માં સરકારે મોટાભાગના વેપાર-ધંધા તેમજ મંદિર, હોટલ, રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપી હતી. કેબિનેટ બેઠકમાં હાજરી આપવા આવતા મંત્રીઓ અને અધિકારીઓના ચહેરા પર માસ્ક જોવા મળ્યા હતા. ગત કેબિનેટ બેઠકમાં મંત્રી ઈશ્વર પટેલ માસ્ક વગર આવ્યા બાદ મીડીયાએ લીધી નોંધ હતી. ત્યારબાદ ગાંધીનગર મહાનગરપાલિકાએ રૂપિયા 200નો દંડ પણ કર્યો હતો.

અનલોક 2.0ના લઈને રાજય સરકાર સામે કરવામાં આવેલી બે મુખ્ય માગણીઓમાં દુકાનો-ધંધાકીય એકમો ખુલ્લા રાખવાના કલાકો વધારવા અને રાત્રિ કર્ફ્યૂનો સમય ઘટાડવાનો સમાવેશ થાય છે. દુકાન-ધંધાકીય એકમો નિશ્ચિત સમય કરતાં વધુ ખુલ્લા રાખવા અને રાત્રિ કર્ફ્યૂનું ઉલ્લંઘન કરવા પર પોલીસ તરફથી ‘હેરાનગતિ’ થતી હોવાની ફરિયાદો ઘણાં લોકો તરફથી મળી છે. હાલ ચાલી રહેલા અનલોક 1.0માં દુકાનો અને ધંધાકીય એકમો સાંજે 7 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાય છે.

રાત્રિ કર્ફ્યૂ રાત્રે 9 થી સવારના 5 વાગ્યા સુધી લાગુ કરવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો, સરકારને ધારાસભ્યો અને વિવિધ વેપારી સંસ્થાઓ તરફથી આ મુદ્દે પ્રતિસાદ મળ્યો છે. સૂત્રોએ જણાવ્યું, “રાત્રે ૯ વાગ્યા પછી શહેરમાં ફરતા લોકોને સમસ્યા નડી રહી છે કારણકે, પોલીસ રાત્રિ કર્ફ્યૂનો ચુસ્ત અમલ કરાવે છે. એસટી બસ દ્વારા શહેરમાં 9 વાગ્યા પછી આવતા લોકોને પણ પોલીસનો સામનો કરવો પડે છે.”

અનલોક 2.0 દરમિયાન સાંજના ૭ વાગ્યા સુધી જ દુકાનો, તમામ રેસ્ટોરન્ટ અને અન્ય દુકાનો ખુલ્લા રાખવાના નિયમને કારણે લોકોને અને સરકારને પણ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, જયારે અનલોક ૨.૦ અમલમાં આવે ત્યારે તમામ રેસ્ટોરન્ટ અને બીજી અન્ય દુકાનો ખુલ્લા રાખવાની સમય મર્યાદા વધારી શકે છે. કોરોનાને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સિંગ અને મહામારી સંબંધિત અન્ય પ્રોટોકોલનું ચુસ્તપણે અને કડકપણે પાલન કરવાની કડક સૂચના આપીને સમય મર્યાદા પરથી તમામ પ્રકારના પ્રતિબંધો હટાવી શકાય છે. જો કે, આ રાહત કેંદ્ર સરકારની મંજૂરી પછી જ શકય છે. ગુજરાત રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સમય મર્યાદાની સૌથી માઠી અસર રેસ્ટોરન્ટ અને બીજા તમામ એકમોના બિઝનેસ પર પડી છે.

ગુજરાતના હોટલ્સ અને તમામ રેસ્ટોરન્ટ અસોસિએશન (HRA)ના પ્રમુખ નરેંદ્ર સોમાણીએ જણાવતા કહ્યું હતું કેહ્યું, ‘80 ટકાથી વધુ રેસ્ટોરાંનો બિઝનેઝ સાંજના સમયે શરૂ થતા હોય છે. અમારા બિઝનેસ માટે સમય મર્યાદા સૌથી મોટું નડતર છે. સરકારે નક્કી કરેલા મર્યાદિત સમયના કારણે રેસ્ટોરન્ટમાં આવતા લોકો એમ કુલ મળીને ફક્ત 10 ટકા ધંધો થાય છે.” સમય મર્યાદાના કારણે રિટેલ બિઝનેસમાં પણ ગ્રાહકો ઘટયા છે, જેના કારણે રિટેલરોને બિઝનેસમાં નફો રળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવતા કહ્યું હતું કે, “જબરદસ્તીથી દુકાનો બંધ કરાવવાના ડરે હવે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રિટેલરો ૬ વાગ્યે જ દુકાનો બંધ કરી દે છે. અનલોક 1.0 પૂરું થવાને એક અઠવાડિયાનો સમય બાકી છે ત્યારે સરકારે દુકાનો મોડે સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવી જોઈએ તેમજ રાત્રિ કર્ફ્યૂ પણ હટાવી લેવો જોઈએ.”

આ ઉપરાંત, અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ તેની જાહેરાત કરાશે.  ગુજરાતમાં સમયસર વરસાદ શરૂ થયો છે આ ઉપરાંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે તેથી આજની બેઠકમાં ખેડૂતોને સમયસર તથા યોગ્ય પ્રમાણમાં ખાતર સહિતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે પણ ચર્ચા વિચારણા થાય તેવુ મનાઈ રહયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજયની વર્તમાન સ્થિતિને જોતાં ગુજરાતમાં રાત્રિ કફર્યુ યથાવત રહેશે એમ લાગી રહ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલાક નિર્ણયો લેવામાં આવે તેવુ ચર્ચાઈ રહયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *