ઉત્તરાખંડ: પોતાની પરિવારની ચિંતા કર્યા વિના દિવસ-રાત આપણા દેશના જવાનો દેશ માટે બોર્ડર પર તૈનાત રહે છે અને દેશ માટે શહીદ થાય છે. મૂળ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના નારાયણબાગના કંડવાલા ગામના રહેવાસીના જવાન શહીદ થયા હતા. શહીદ થનાર જવાનું નામ સચિન છે. આ શહીદ સચિનના પરિવારના લોકો હાલમાં દેહરાદૂનમાં રહે છે. તેમના પરિવારે જણાવ્યું હતું કે, સચિન તેમની રજા ઉપર દેહરાદૂન આવ્યા હતા.
સમગ્ર ઘટના મથુરા એક્સપ્રેસ હાઈવે પર બની છે. તેઓ મથુરા એક્સપ્રેસ હાઈવે ઉપર આવી રહ્યા હતા. ત્યારે સામેથી આવતા એક ડમ્પર સાથે તેમનું વાહન ટકરાયું હતું. આ ટક્કર દરમિયાન સેનાના જવાન સચિન કંડવાલા શહીદ થયા હતા. ત્યારે સચિનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, સચિન ગયા વર્ષે તેમની સગાઇ પર ઘરે આવ્યા હતા. હાલમાં સચિનના લગ્ન માટે પરિવારના લોકો ખૂબ જ ખુશ હતા. પરંતુ આ બનાવની જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, તેમના લગ્ન વિજયાદશમીએ થવાના હતા અને તે પહેલાં જ તેઓ અકસ્માતમાં શહીદ થઈ ગયા હતા. આ ઉપરાંત સચિનના પરિવારમાંથી ઘણા સભ્યો ઇન્ડિયન આર્મીમાં જોડાયેલા છે. આ બનાવ બાદ સચિનના આખા ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો અને મોટી સંખ્યામાં સચિનની અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.