ગુજરાત પર સિસ્ટમ થઈ સક્રિય: હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારો દરિયો ન ખેડે

Heavy Rain Forecast: હવામાન વિભાગે ગુજરાતમાં આવનાર પાંચ દિવસ પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસમાં કેટલાક જિલ્લાઓમાં (Heavy Rain Forecast) ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે તારીખ 11મી જુલાઇના રોજના આજે, રાજકોટ, પોરબંદર, જુનાગઠ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર,નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તારીખ 12 જુલાઈના રોજ આ જિલ્લામાં જોવા મળશે વરસાદ
અમરેલી, ભાવનગર, સુરત ડાંગ, નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તારીખ 13 જુલાઈના રોજ આ જિલ્લામાં જોવા મળશે વરસાદ
સુરત, નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઇ પણ ચેતવણી આપવામાં આવી નથી.

તારીખ 14 જુલાઈના રોજ આ જિલ્લામાં જોવા મળશે વરસાદ
નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તારીખ 15 જુલાઈના રોજ આ જિલ્લામાં જોવા મળશે વરસાદ
નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.