લોકો ઘણીવાર મજાકમાં કહે છે કે પત્નીને સાચવવી મુશ્કેલ છે. વિચારો કે જો કોઈની 16 પત્નીઓ અને 151 બાળકો છે, તો તેવા માણસની શું હાલત થઇ હશે? જી હા તમે બરાબર જ સાંભળ્યું અહિયાં તમને જાણવા જઈ રહ્યા છીએ એક એવા વ્યક્તિ વિષે કે જેની ૧૬ પત્નીઓ અને ૧૫૧ બાળકો છે અને હજી પણ ૧૭માં લગ્નના સપના કેવી રહ્યો છે.
આ મનમોઝીલો વ્યક્તિ ઝિમ્બાબ્વેનો છે. અહીં એક વ્યક્તિએ 16 લગ્ન કર્યા હતા અને તેના જીવનનું મુખ્ય ધ્યેય માત્ર સંતાન પ્રાપ્તિનું જ છે. તે કોઈ જ કામ કરતો નથી. અત્યાર સુધીમાં તેણે 16 પત્નીઓ દ્વારા 151 બાળકોને જન્મ આપ્યો છે અને મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, તે હજી પણ ૧૭માં લગ્ન કરવાનું વિચારી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, ઝિમ્બાબ્વેના 66 વર્ષીય મિશેક ન્યાન્ડોરો દાવો કરે છે કે 16 પત્નીઓ અને 151 બાળકો હોવા છતાં, તે કોઈ કામ કરતા નથી અને તેનું કામ આખી જિંદગી પોતાની પત્નીઓને સંતોષ આપવાનું છે.
A Zimbabwean man from Mbire, Misheck Nyandoro, has fathered 151 children with 16 wives & he is still counting
Mr Nyandoro has said POLYGAMY is a project that he undertaken since 1983 & he will stop marrying & fathering children the day death visits, him.@Chekkenyenye @OpenParlyZw pic.twitter.com/12eCPjB4ez— Eddie Gore (@EddieGore10) May 8, 2021
મિશેક જણાવતા કહે છે કે, મારી જૂની પત્નીઓ સાથે સંપૂર્ણપણે સંતોષ માણી શકતો નથી. તેથી મારે સતત નવી નવી યુવતીઓ સાથે લગ્ન કરવા પડે છે. મિશેકે સાથે સાથે એ પણ કહ્યું છે કે, તે પણ આ જ રીતે તેમનો પરિવાર વધારશે. જયારે મિશેક ન્યાન્ડોરો તે આગામી શિયાળામાં 17 તારીખે લગ્ન કરવા જઇ રહ્યો છે. મિશેક ન્યાન્ડોરોની ઇચ્છા છે કે તે મૃત્યુ પામે તે પહેલાં તેને 100 પત્નીઓ અને 1000 બાળકો હોય.
મશોનાલેન્ડના બાયર જિલ્લામાં રહેતા મિશેક કહે છે કે તેણે પોતાનું એક શિડયુલ તૈયાર કર્યું છે અને તે શિડયુલ મુજબ દરરોજ રાત્રે તે તેની ચાર પત્નીઓને સંતોષ આપે છે. બાયર જીલ્લાની સ્થાનિક ન્યૂઝ ચેનલ દ્વારા મિશેક ન્યાન્ડોરો વિશે જણાવવામાં આવ્યું છે કે, હું મારા શિડયુલ મુજબ મારા બેડરૂમમાં જઈને મારી પત્નીને સંતોષ આપું છું. આખા જીવનમાં આ જ મારું એક કામ છે. આ સિવાય મારી પાસે બીજો કોઈ વ્યવસાય નથી.
મિશેક 1983માં એક સાથે ઘણી યુવતી સાથે લગ્ન કરીને એક સાથે સૌથી વધુ યુવતી સાથે લગ્ન કરનાર વ્યક્તિ બન્યો હતો. તેણે કહ્યું કે જ્યાં સુધી તે મૃત્યુ ન પામે ત્યાં સુધી તે લગ્ન કરવાનું ચાલુ રાખશે. તેણે કહ્યું કે તેની બધી પત્નીઓ તેમના જીવનથી ખૂબ ખુશ છે અને ઓછામાં ઓછી બે પત્નીઓ ગર્ભવતી પણ છે.
મિશેકે કહ્યું કે મારા જીવનમાં 151 બાળકો હોવા છતાં, હું ક્યારેય કોઈ પણ પ્રકારની ચિંતા કે દબાણમાં આવ્યો નથી. ઉલટાનું ઘણા બાળકો હોવાથી મને ખુબ ફાયદો થયો છે. તે બધા બાળકો મને ગીફ્ટ અને પૈસા આપતા રહે છે.
અમે તમને જણાવી દઈએ કે આ પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. મિશેકના 6 બાળકો ઝિમ્બાબ્વેની રાષ્ટ્રીય સૈન્યમાં ફરજ બજાવી રહ્યા છે. જયારે તેમના 2 બાળકો પોલીસ તરીકેની ફરજ બજાવે છે અને તેમના બીજા અન્ય 13 બાળકો જુદા જુદા વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યારે તેમની 13 પુત્રીઓએ લગ્ન કર્યા છે. તેના બીજા 23 પુત્રો પરિણીત છે જેમાંથી 1 પુત્રએ પણ 4 લગ્ન કર્યા છે. આ બધું કર્યા પછી, મિશેક કહે છે કે તેમના જીવનનો એક જ ધ્યેય છે અને તે છે તેમની પત્નીઓને ખુશ રાખવાનું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.