માતાએ બાળકીને એટલી નિર્દયતાથી માર માર્યો કે, કંપી ઉઠશે આત્મા :મારનાર મહિલા પકડાઈ

ઇન્ટરનેટ પ્રતિબંધ હોવા છતાં, સોશ્યલ મીડિયા કઠુઆ જિલ્લામાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલા બાળકનો અવાજ બની ગયુ છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક મહિલાએ તેની બાળકીને નિર્દયતાથી માર મારતો એક વીડિયો વાયરલ થયો હતો, જેની ભારે ટીકા પણ કરવામાં આવી હતી.

આ સંદર્ભે બાળ કલ્યાણ સમિતિએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે આરોપી મહિલાનો ખ્યાલ લઇને તેને કસ્ટડીમાં લીધી છે. આ સાથે જ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

વિડિયો થોડા અઠવાડિયા પહેલાનો છે, જે થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. તે આરોપી મહિલાના પતિ દ્વારા બનાવવામાં આવો હતો, જેમાં પત્નીએ પતી સામે જ દીકરીને નિર્દયતાથી માર માર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દંપતીમાં અણબનાવ થયો હતો, જેની જાણ મહિલા પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મહિલાએ પરસ્પરના ઝઘડામાં પુત્રીને માર માર્યો હતો.

બીજી તરફ, બાળ કલ્યાણ સમિતિએ શનિવારે સવારે આ મામલો ધ્યાનમાં આવતા જણાવ્યું હતું. મહિલા સોશ્યલ મીડિયા પર દીકરીની નિર્દયતાથી માર મારતી હોવાનું સામે આવ્યું છે. આવા કેસમાં બાળકો ઉપર અત્યાચારની કલમ 75 હેઠળ કેસ નોંધવાની સૂચના આપવામાં આવી હતી. બાળકોને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ ચોવીસ કલાકમાં રજૂ કરવાના સૂચનો પણ આપવામાં આવ્યા છે.

ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી મહિલા કઠુઆ શહેરના એક ગામની છે અને તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપી મહિલા અને તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પતિએ વીડિયો બનાવ્યો, જ્યારે તેણે પુત્રી ઉપર થઈ રહેલ આ અત્યાચાર અટકાવો જોઈએ અથવા આ અંગે કેસ નોંધાવો જોઈએ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *