અમદાવાદમાં 27 વર્ષની દીકરીની માતાને યુવક સાથે થઈ ગયો પ્રેમ, પરિવારને ખબર પડતાં થતા ખરાખરીના ખેલ

કહેવામાં આવે છે કે, પ્રેમની કોઈ ઉંમર નથી હોતી પણ ક્યારેક આ સંબંધ ખૂબ નુકસાન કરે છે. અમદાવાદમાં 27 વર્ષના દીકરાની માતાને પ્રેમ થઇ ગયો અને પરિવારની જાણ બહાર બન્ને પ્રેમીપંખીડા મળતાં હતાં. એક દિવસ પરિવારને આ વાતની જાણ થતાં મહિલાએ સંબંધ તોડી નાખ્યા હતા. જેથી પ્રેમીએ તેની સાથેની અંગત વાતો સિવાય પ્રેમિકાના પરિવારની અન્ય મહિલાઓના અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધા હતાં. આ અંગે હાલ એરપોર્ટ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસસૂત્રો પાસેથી માહિતી મળી છે કે, નિશા અને તેનો પરિવાર પૂર્વ વિસ્તારમાં રહે છે. તેને બે દીકરા અને એક દીકરી છે. જેમાં સૌથી મોટો દીકરો 27 વર્ષનો છે, જેના લગ્ન થઈ ગયા છે. નિશાનો પરિવાર સામાન્ય સંજોગોમાં પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ નિશા કોઈક કામ માટે બહાર ગઈ હતી. જ્યાં તે કામ કરતી હતી ત્યારે રાજીવ તેને દૂરથી જોઈ રહ્યો હતો. રાજીવ નિશાની પાસે આવ્યો અને તેને એક ચિઠ્ઠી આપી હતી, જેમાં રાજીવનો નંબર હતો. પણ નિશાએ આ વાત ગંભીર લીધી નહિ. કારણ કે, તેના પરિવારમાં મોટા દીકરા હતા.

પણ રાજીવે ગમે તેમ કરીને નિશાનો નંબર લીધો હતો અને તેને ફોન કર્યો હતો. ત્યારબાદ નિશાને પણ રાજીવ સાથે વાતો કરવી ગમવા લાગી. પછી રાજીવ અને નિશા બહાર ફરવા જવા લાગ્યાં હતાં. આ સંબંધ શારીરિક સંબંધ સુધી પહોંચી ગયા હતા. જેને કારણે નિશા પ્રેમમાં ભાન ભૂલી ગઈ હતી. પરંતુ, આ સમગ્ર મામલે નિશાના પરિવારને જાણ થઈ ગઈ હતી. જેથી નિશાએ રાજીવને મળવાનું બંધ કરી દીધું હતું.

આ બધાથી રાજીવ ઉશ્કેરાઈને નિશાની સાથેની અંગત પળોના ફોટા વાયરલ કર્યા હતા. આટલું જ નહીં, રાજીવે નિશાની દીકરીના પણ નગ્ન ફોટા બનાવી વાઈરલ કરી દીધા હતા. આ બાબતની જાણ થતાં નિશા દ્વારા રાજીવ વિરુધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે એરપોર્ટ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *