ખીજડીયા(ગુજરાત): રાજકોટ જિલ્લાના નાના ખીજડિયા ગામેથી નવજાત બાળકી સુમસામ જગ્યાએથી મળી આવી હતી, આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં માતા સગીર હોવાથી બાળકીને તરછોડી દીધી હતી. હાલ પોલીસે બાળકીની માતા તેમજ તેનાં પિતાની ધરપકડ કરી છે અને તેને ગર્ભવતી કરનાર વ્યક્તિને શોધવા માટે કાર્યવાહી શરુ કરિ રહ્યા છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, ખામટા ગામની ખેતમજૂરી કરતા પરિવારની સગીરા હોવાનું સામે આવ્યું હતું અને તેણે આવનારા દિવસોમાં લગ્ન કરાવવા માટે સમાજમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે માતા-પિતા સાથે મળી તેને તરછોડી દેવામાં આવી હતી તેવી કબૂલાત માતા-પિતા દ્વારા પોલીસ સમક્ષ રજુ કરી છે.
ખીજડિયા ગામ પાસે નવજાત બાળકી મળી આવી હતી. આ ઘટનામાં પોલીસને વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, જ્યાંથી બાળકી મળી આવી તેની 100 મીટરની અંદર જ તેની ડિલિવરી થઈ હોવાનું સામે આવ્યું હતું. બાળકીને કપડામાં વીંટીને છોડી દીધા પછી ત્યાંથી મહિલા પાછી ફરી હતી. રોડ પરથી મળી આવેલાં લોહીનાં સેમ્પલને અને નવજાત બાળકીના DNA સેમ્પલે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યાં હતાં. ફોરેન્સિક રિપોર્ટમાં બાળકીનો જન્મ રાતના ત્રણ વાગ્યા આસપાસ રોડ પર જ થયો હતો.
જેમાં સ્થાનિક આંગણવાડી વર્કર તથા મોબાઇલ ટાવર ડમ્પ દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. જે વાડીના માલિક દ્વારા બાળકીનો બચાવ કરવામાં આવ્યો હતો તેણે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસે બાળકીના મળતાંની સાથે જ તરત જીવિત બાળકીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને બાળકીની હાલત સારી હોવાનું સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.