13 દિવસ પહેલા મહિલાની કરાયેલી લાશમાં પોલીસ દ્વારા તેની ઓળખ કરી ગળું દબાવીને હત્યા કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, આરોપી મૃતક મહિલાનો નજીકનો સંબંધી હતો. ત્રણ બાળકની માતા અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હતા. મહિલા અન્ય વ્યક્તિ સાથે ફોન પર વાત કરતી હોવાની શંકાને લઇ એકાંતમાં બોલાવી તેનું ગળુ દબાવી હત્યા કર્યા હોવાની આરોપી દ્વારા કબૂલાત કરવામાં આવી છે. બંને અલગ અલગ રૂમમાં ભાડેથી રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
100 મીટર દૂર ખુલ્લી ઝાડીમાંથી એક મહિલાની લાશ 6 ફેબ્રુઆરીએ મળી આવતા પોલીસ દ્વારા લાશને કબજે લઇ તેના વાલીવારસની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું ગળું દબાવી હત્યા કર્યા હોવાનું બહાર આવતા પોલીસ દ્વારા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના અને ડીવાયએસપી વી.એમ.જાડેજાના માર્ગદર્શન પ્રમાણે એલસીબી, એસઓજી અને ડુંગરા પોલીસના અધિકારીઓએ અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યા તથા આજુબાજુના સીસીટીવી ફૂટેજની બારીકાયથી તપાસ કરી તે વિસ્તારના તમામ ચાલી માલિકો અને તેમાં રહેતા માણસોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
પીએસઆઇ જે.વી.ચાવડા, એલસીબી પીએસઆઇ સી.એચ.પનારા, કે.એમ.બેરીયા તથા પીએસઆઇ જે.એન.ગોસ્વામીને અંગત અને વિશ્વાસુ બાતમીદારો મારફતે જાણવા મળેલ કે, મૃતક મહિલાનું ખૂન તેની સાથે લગ્નેતર પ્રેમ સંબંધ ધરાવતા વિનોદ મંડલ દ્વારા કરવામાં આવ્યું છે.
જેથી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સર્વેલન્સના આધારે આરોપી વિનોદ નાગેશ્વર મંડલને પકડી પાડી પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, મૃતક નીતુદેવી સાથે તે પ્રેમસંબંધમાં હતો. અને આ મહિલા કોઇ અન્ય વ્યક્તિ સાથે મોબાઇલમાં વાત કરતી હોવાની શંકા જતા આરોપીએ તેને રાતા ભારતનગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાત્રે મળવા માટે બોલાવી ઝગડો કરી તેનું ગળુ દબાવી હત્યા કરીને લાશની ઓળખ ન થાય તે રીતે વિચારી તેના ફોન અને પર્સ સાથે લઇ ફરાર થઇ ગયો હતો. આરોપી વિનોદ નીતુને મોતને ઘાટ ઉતાર્યા બાદ પરત ઘરે આવી ગયો હતો. કોઇને શંકા ન જાય તે માટે દરરોજ આરતી કંપનીમાં નોકરીએ જતો અને ઘરે હત્યાથી અજાણ બનીને રહેતો હતો.
ડુંગરા પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવા યુપી અને બિહારના એડીજીપીથી લઇ પોલીસ મથકના કુલ 1500 વોટ્સએપ નંબરો પર મહિલાનું વર્ણન અને ફોટો દર્શાવતા પોસ્ટર મોકલવામાં આવ્યા હતા. તેમજ યુપી બિહારથી આવતી જતી ટ્રેનોના કંપાર્ટમેન્ટમાં પોસ્ટર લગાવતા આ કામગીરી તેની ઓળખ માટે મહત્વપુર્ણ સાબિત થઇ હતી. પ્રેમિકાને ગ્રાઉન્ડ પર બોલાવી ગળુ દબાવીને હત્યા કર્યા બાદ આરોપી લાશને 100 મીટર ખભે ઉચકી ગટર પાસે ઝાડીમાં ફેંકીને ભાગી ગયો હતો.
મૃતક અન્ય સાથે આડાસંબંધ રાખતી હતી તેની જાણ પતિને થતા ઘણીવાર તેને સમજાવવા બાદ પણ ન સુધરતા તે સંતાનોને સાથે લઇ પત્નીને વાપીમાં છોડીને વતન બિહાર જતો રહ્યો હતો. આરોપી વિનોદ મંડલ અને નીતુ બિહારના એક જ ગામના અને કૌટુંબિક સંબંધી હતા.
વોટ્સએપ પર મૃતકનો ફોટો શેર કરતા 16 તારીખે બિહારના ભાગલપુરથી ડુંગરા પોલીસને ફોન આવ્યો હતો કે, લોકલ પોલીસના માધ્યમથી ફોટો જોતા તે ફોટો બહેન નીતુનો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, તેણે ડુંગરા પીએસઆઇ જે.વી.ચાવડાને મૃતકનું વાપીનું સરનામું બતાવતી વખતે તેની ઓળખ થઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle