થોડા દિવસ અગાઉ અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા ભાજપ આગેવાન દુલભજી કલ્યાણભાઈ જિયાણી(ડી.કે.પટેલ) પટેલ વિરુદ્ધ એક મહિલાએ છેડતી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતાં હોબાળો મચી જવાં પામ્યો છે. એક મહિલાના ઘરમાં ડી.કે.પટેલે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને મહિલા સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. આની સાથે જ મોબાઈલ પર બીભત્સ માંગણી કરી હોવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે.
બીભત્સ માગણી કરતી ઓડિયો-ક્લિપ વાઇરલ થતાં લોકોમાં જોવા મળ્યો રોષ :
સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના સદસ્ય ડી.કે. પટેલ તથા મહિલાની વચ્ચે થયેલ વાતચીતની એક કથિત ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ છે. મહિલા પાસે બીભત્સ માંગણી કરતી ઓડિયો-ક્લિપને લઈ લોકોમાં નેતા સામે રોષની લાગણી ફેલાયેલી જોવા મળી છે.
ડી.કે.પટેલ વિરુદ્ધ મહિલાએ બીભત્સ માંગણી તથા છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવતાં ભાજપ તરફથી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં છે. આની સાથે-સાથે ડી.કે. પટેલને તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
હાલમાં મળી રહેલ જાણકારી પ્રમાણે, ભરૂચ શહેરનાં ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય તેમજ યુવા મોરચાનાં મંત્રી એવાં હિમાંશુ વૈદ્ય 2 છોકરાંની માતા તેમજ મિત્રની પત્નીને લઈ ફરાર થઈ ગયો હોવાને લીધે ખળભળાટ મચી જવાં પામ્યો હતો. 2 સંતાનોની માતા હોવાં એને લઈ ભાગી જનાર હિમાંશુ વૈદ્યને ભાજપ પક્ષ દ્વારા 6 વર્ષ માટે તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સુત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે હિમાંશુ નામનો સક્રિય કાર્યકર પોતાના જ મિત્રની પત્ની સાથે પ્રેમમાં પડ્યો હતો અને હવે આ પ્રેમાંધ બનીને પોતાના જ મિત્રનો સંસાર વેરવિખેર કરી દીધો છે. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ હજુ સુધી દાખલ થયેલ નથી. પણ આ મામલો ભરૂચમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે અને સોશિયલ મીડીયામાં આ મામલે સ્થાનકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.