‘દવા કામ નથી કરતી ત્યારે માં મોગલ ની દુઆ કામ લાગે’- માતા બીમાર હતી એ માટે યુવકે માની હતી માનતા અને માતાજી એ કર્યો ચમત્કાર…

માં મોગલ પૂરે છે સાક્ષાત પરચા.. માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્યતા અનુભવે છે. આજ દિન સુધી માં મોગલે લાખો…

માં મોગલ પૂરે છે સાક્ષાત પરચા.. માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્યતા અનુભવે છે. આજ દિન સુધી માં મોગલે લાખો માઈ ભક્તોને પરચા પણ બતાવ્યા છે. ત્યારે કહેવાય છે કે માં મોગલ ભલ-ભલા દુઃખો દુર કરે છે. માં મોગલ દુઃખ હરનારી માતા છે. તેમના પર આસ્થા અને શ્રદ્ધા રાખો એટલે તમામ મનોકામના માં મોગલ પૂર્ણ કરે છે. માં મોગલ ના દર્શન માત્ર થી ભક્તો હસતા મોઢે ઘરે પરત ફરે છે.

આજે આપણે માં મોગલ ના એક એવા પરચા વિશે વાત કરીશું કે જેમાં એક નાનાભાઈ નામના યુવક દ્વારકા થી પોતાની માનતા પૂર્ણ કરવા મોગલ ધામ આવી પહોચ્યા છે.તેમને મોગલ ધામે સાક્ષાત બિરાજમાન એવા મણીધર બાપુ ના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુ એ આશીર્વાદ આપ્યા સાથે કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવકે જણાવ્યું કે તેની માતા ઘણા સમય થી બીમાર રહેતા હતા. ઘણી સારવાર કરાવી અંતે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી અને માં મોગલ ની માનતા માની હતી.જે પૂર્ણ કરવા અહી આવી પહોંચ્યો.

મણીધર બાપુ એ વિશેષ માં જણાવતાં કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી. આ તો તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એજ તમને ફળ્યો છે. કોઈ અંધશ્રદ્ધામાં ન માનતા તમે માં મોગલ પર વિશ્વાસ રાખો એટલે તમામ મનોકામના પૂર્ણ થાય. યુવકે 17000 રૂપિયા મણીધર બાપુ ના હાથમાં આપ્યા ત્યારે મણીધર બાપુ એ એ યુવક ને એ 17000 માં એક રૂપિયો ઉમેરી પરત આપ્યા અને કહ્યું કે આ પૈસા માંથી અડધા તારી પત્ની ને અને અને અડધા તારી બેન ને આપજે માં મોગલ રાજી થશે.

કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે. અશક્ય ને પણ શક્ય કરી બતાવે એ માં મોગલ.ત્યારે કેટલાય ભક્તો પોતાના જીવન માં દુખ આવે ત્યારે માં મોગલ ના દ્વારે આવી પોતાનું દુ:ખ વર્ણવતા હોઈ છે અને માનતા માને છે, પૂર્ણ થતાની સાથે જ ભક્તો ફરી હસતા મોઢે માં મોગલ ના દર્શનાર્થે આવી પહોંચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *