માતા દીકરા માટે બટાકાની વેફર બનવવા ગઈ અને પાછળથી એવી ઘટના બની કે, દીકરાનું થયું દર્દનાક મોત 

રાજૌરી: જન્મ આપનાર માતા પોતાના બાળકને જીવથી પણ વધારે પ્રેમ કરતી હોય છે. બાળકને કઈ થાય તો સૌથી વધુ દુઃખ પણ માતાને જ થાય છે. ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વીર નામના બાળકનું મોત નીપજતા તેની માતા ખુબ જ સદમામાં છે. માતા પોતના બાળકને જગાડી રહી છે અને કહી રહી છે કે, તારી માટે મેં વેફર બનાવી છે ઉઠ. માતાએ પુત્રને ઉઠાડવા માટે મોઢા પણ પાણી પણ છાટ્યું પરંતુ દીકરો ઉઠ્યો જ નહી.

જાણવા મળ્યું છે કે, આ ઘટના રાજૌરીની છે. જ્યાં ગુરુવારે ભાજપના નેતા જસબીર સિંહના ઘરે એક ઘટના ઘટી હતી. તેમાં પરિવારના 4 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં તેમના 2 વર્ષના બાળક વીર સિંહનું મૃત્યુ થયું હતું. વીર જસબીરનો ભત્રીજો હતો. જયારે વીરની માતાને આ ઘટનાની જાણ થતા તે એટલા સદમામાં પહોચી ગઈ કે, 5 મિનિટ સુધી તો તે કઈ બોલી જ ના શકી.

વીર ભૂખ્યો હતો અને તેની બટાકાની વેફર ખુબ જ પસંદ હતી માટે માતા પોતાના દીકરા માટે બટાકાની ચિપ્સ બનાવવા ગઈ હતી. માતા વેફર બનાવીને પોતાના પુત્રને ખવડાવે એની પહેલા જ ઘરમાં આ બનાવ બન્યો જેમાં વીરનું મોત નીપજ્યું અને પરિવારના ઘાયલ સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ અંગે જેવી માતાને ખબર પડી કે તરત જ પોતાના દીકરા પાસે પહોંચી ગઈ અને તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો. માતા કહેતી રહી કે બેટા ઉભો થા મેં તારા માટે બટાકાની વેફર બનાવી છે. પરંતુ, દીકરો ઉભો જ ના થયો. ત્યારબાદ માતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. વીરના મૃત્યુ બાદ આખા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *