મધરાતે ગર્લફ્રેન્ડને મળવા પહોચ્યો પ્રેમી- ઘરના સભ્યોએ એટલો માર્યો કે, ડોલી ઉઠવાની જગ્યાએ ઉઠી અર્થી

Published on: 2:39 pm, Wed, 13 October 21

ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજ(Prayagraj)માં સોમવારે મોડી રાત્રે તેની ગર્લફ્રેન્ડ(Girlfriend)ને મળવા આવેલા એક યુવકને માર મારવામાં આવ્યો હતો. જ્યારે તે શેરીમાં છોકરી સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે જ તેના પરિવારજનોને તેના આગમનની જાણ થઈ હતી. યુવતીના માતા-પિતા અને ભાઈ(Parents and siblings)એ તેને ઘેરી લીધો અને લાકડીઓ વડે માર માર્યો હતો.

આસપાસના લોકો પાસેથી માહિતી મળતા પોલીસ પણ  ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુવાનને પોલીસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકની હત્યામાં વપરાયેલ હથિયાર પણ મળી આવ્યું છે. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધયો છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, મૃતકના દૂરના સંબંધી સુનીતાએ જણાવ્યું છે કે, પુત્રને પ્રેમિકાએ પાર્ટીના બહાને બોલાવ્યો હતો.

આખો મામલો ધુમનગંજ પોલીસ સ્ટેશન મુંડેરાના ભુસાવલી વિસ્તારનો છે. ધુમનગંજ પોલીસ સ્ટેશનના પોંઘાટ પુલ પાસે રહેતો યુવાન બેની પાસી તેની 20 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે મધ્યરાત્રિએ તેના ઘરે ભુસાવાળી ગલી મુંડેરા ગયો હતો. રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ જ્યારે તે તેની પ્રેમિકા સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે માતાપિતા જાગી ગયા હતા. જ્યારે તેઓએ પુત્રીને પ્રેમી સાથે જોઈ, ત્યારે તેમને ગુસ્સો આવ્યો હતો. તે દરમિયાન છોકરીનો ભાઈ પણ જાગી ગયો અને ત્રણેયે મળીને તેને પકડી લીધો હતો. બાળકીના પિતા શિવકુમાર, માતા ફુલા અને ભાઈ પ્રભાતે ભેગા મળીને લાકડીઓ વડે માર માર્યો હતો. તેના માથા અને પગમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવાન લોહીલુહાણ હાલતમાં પડી ગયો હતો.

ધુમનગંજ પોલીસને પડોશી લોકો પાસેથી માહિતી મળી હતી કે, ભૂંસવલી શેરીમાં એક યુવક મૃત હાલતમાં પડેલો છે. તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી, યુવાનને પોલીસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવમાં સંડોવાયેલા ફુલા, પ્રભાતની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે પિતા શિવકુમાર હજુ ફરાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.