વાડીમાં રહેતા આટકોટના વૃદ્ધની હત્યા કરનારા મધ્યપ્રદેશના 5 લોકોની ધરપકડ- જાણો શું કામ લીધો માસુમનો ભોગ

રાજકોટ(ગુજરાત): ગુજરાત(Gujarat)માં અવારનવાર હત્યાના બનાવો બનતા હોય છે. તે દરમિયાન આવો જ એક બનાવ જસદણ(Jasdan)નાં આટકોટ નજીક(Near Atkot) આવેલી ત્રિમૂર્તિ બાલાજી હનુમાન(Trimurti Balaji Hanuman) નજીક…

રાજકોટ(ગુજરાત): ગુજરાત(Gujarat)માં અવારનવાર હત્યાના બનાવો બનતા હોય છે. તે દરમિયાન આવો જ એક બનાવ જસદણ(Jasdan)નાં આટકોટ નજીક(Near Atkot) આવેલી ત્રિમૂર્તિ બાલાજી હનુમાન(Trimurti Balaji Hanuman) નજીક પાદરડી વાડી વિસ્તારમાં સર્જાયો હતો. અહિયાં રહેતા 50 વર્ષનાં લાલજીભાઈ બાલાભાઈ ખોખરીયાનો મૃતદેહ(Corpses) વાડીમાં જ મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક લાલજીભાઈ ખોખરીયાના માથા ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. આટકોટ પોલીસ(Atkot police) અને રાજકોટ રૂરલ પોલીસે(Rajkot Rural Police) માહિતીના આધારે હત્યા કરનાર મધ્યપ્રદેશનાં 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, લૂંટના ઇરાદે આ હત્યા કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, મૃતક લાલજીભાઇનો પુત્ર સુરતનો રહેવાસી છે. તે દરમિયાન પુત્રવધૂ સગર્ભા હોવાથી તેમના પિયર જતી રહી હતી. જેને કારણે છેલ્લા થોડા સમયથી પુત્રને જમવામાં તકલીફ ન પડે તે માટે લાલજીભાઈ ખોખરીયાના પત્ની સુરત તેમના પુત્ર પાસે રહેવા માટે આવ્યા હતા. જેથી વાડીએ લાલજીભાઈ એકલા રહેતા હતા.

આ બનાવની જાણ થતા આટકોટ પોલીસ સ્ટેશનના કે.પી. મેતા અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વધુ તપાસ માટે તેઓએ ફીંગર પ્રિન્ટ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. લાલજીભાઇ હીરા ઘસી અને ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન કરતા હતા. લાલજીભાઇને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. સંતાનમાં બન્નેના લગ્ન થઇ ગયા છે.

પોલીસ જયારે ઘટના સ્થળે પહોંચીને જોયું તો વાડી વિસ્તારમાં એકલા રહેતા લાલજીભાઈ ખોખરીયાના મકાનમાં સામાન વેરવિખેર પડ્યો હતો. આ ઉપરાંત લાલજીભાઈનો મૃતદેહ ફળિયામાં વચ્ચે પડેલો હતો. ત્યારબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ હત્યા કરવામાં એક નહીં પરંતુ આખી ટોળકી સંકળાયેલી છે. ત્યારબાદ પોલીસે કાવતરું ઘડીને મધ્યપ્રદેશનાં 5 આરોપીઓની ધડપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *