પાડોશીએ મહિલાના હાથ પગ બાંધી તેના બાળકો સામે જ કર્યું દુષ્કર્મ, એસિડ ફેંકી થઈ ગયો ફરાર

Assam Crime News: આસામના કછાર જીલામાંથી  એક ખોફનાક ઘટના સામે આવી છે. પાડોશીએ મહિલાના ઘરમાં ઘુસી તેની સાથે બળાત્કાર કર્યો. આ બળાત્કાર તેણે મહિલાના બાળકો (Assam Crime News) સામે જ કર્યો હતો. એટલું જ નહીં મહિલા સાથે બળાત્કાર કર્યા બાદ તેની પર એસિડ છાંટી આરોપી ફરાર થઈ ગયો હતો. આ ઘટના કછાર જિલ્લાના ધોળાઈ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ઘટનાની જાણકારી પોલીસે બુધવારના રોજ આપી હતી.

આરોપી ચાલક છે
પોલીસના જણાવ્યા અનુસાર ધોલાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 વર્ષે મહિલા સાથે તેના બાળકો સામે જ દુષ્કર્મ કરવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે આરોપી 28 વર્ષીય ચાલક છે અને તેના પાડોશીમાં રહે છે. આરોપી મહિલાના ઘરમાં ઘૂસ્યો અને તેને મહિલાના બે બાળકોની સામે દુષ્કર્મ કર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર તે મહિલા પર એસિડ નાખી ત્યાંથી ભાગી ગયો હતો. મહિલાના પતિએ જ્યારે ઘરે પહોંચ્યો હતો તેને પત્નીના હાથ અને પગ બાંધેલા દેખાયા હતા.

મહિલાની હાલત ગંભીર
પોલીસે જણાવ્યું કે ઘટના 22 જાન્યુઆરીની છે અને કેસ નોંધી લેવામાં આવ્યો છે. મહિલા મેડિકલ કોલેજના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે ઘટના બાદથી ફરાર થયેલ આરોપીની શોધ પણ ચાલી રહી છે.