છેતરપિંડીનો નવો કીમિયો: લગ્નની કંકોત્રી બની સાયબર ફ્રોડનું નવું હથિયાર

Wedding Card Scam: હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે જ્યાં ચારે બાજુ ખુશીઓનો માહોલ હોય છે એવામાં જ સાયબર ઠગો પણ આ ક્ષણો દરમિયાન ફાયદો ઉઠાવે છે. હાલમાં જ લગ્ન કંકોત્રી (Wedding Card Scam) દ્વારા બેંક એકાઉન્ટ ખાલી થવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં આપણે ખૂબ સાવધાન રહેવું જરૂરી છે.

કેવી રીતે કામ કરે છે આ ફ્રોડ?
આજ કેમ માં ઠગ whatsapp અથવા અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા લગ્નનું આમંત્રણ કાર્ડ મોકલે છે. આ આમંત્રણ કાર્ડમાં એક લિંક અથવા pdf ફાઈલ હોય છે, જેને ખોલવાથી તમારો મોબાઈલ ફોન હેક થઈ શકે છે. પીડીએફ અથવા લિંકમાં એક માલવેર છુપાયેલો હોય છે જે તમારી બેંકની ડિટેલ ચોરી કરી લે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ છેતરપિંડી વગર ઓટીપી એ પણ શક્ય છે.

આ છેતરપિંડીમાં લિંક અથવા ફાઈલ ખોલવાની સાથે જ તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. ત્યારબાદ આ સોફ્ટવેર બેગ્રાઉન્ડમાં તમારા બેન્કિંગ એપ અને ડીટેલ ને ટ્રેક કરવાનું શરૂ કરી દે છે. આ માલવેર તમારી અનુમતિ વગર જ ટ્રાન્જેક્શન કરી લે છે.

ટેલિકોમ ડિપાર્ટમેન્ટની સલાહ
ટેલિકોમ ડિપાર્ટમેન્ટ એ આવી છેતરપિંડીને લઈને સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે. વિભાગનું કહેવું છે કે કોઈપણ અજાણી લિંક અથવા પીડીએફ ફાઈલને ડાઉનલોડ કરવાનું ટાળો. જો કોઈ સંદિગ્ધ ફાઈલ મળે છે તો તરત જ સતર્ક થઈ જાવ અને ડીલીટ કરી દો.