ગુજરાતીઓ માટે આગામી 48 કલાક અતિભારે- આ જિલ્લાઓમાં ધડબડાટી બોલાવશે વરસાદ

ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 161 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે વિજાપુર, સંતરામપુર અને કોડીનારમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાથે જો વાત કરવામાં આવે તો સૂત્રાપાડા તથા મોડાસામાં સવા 2 ઈંચ અને કડાણા, વડાલી, જાલોદ, વડિયા, રાણાવાવ, ધાનેરા અને લોધિકામાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત વેરાવળ અને પોશીનામાં પોણા 2 ઈંચ વરસાદ તથા ચૂડા અને મેઘરજમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

10 અને 11 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે:
વધુમાં અમે તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં 10 ઓગસ્ટ એટલે કે આજે અમદાવાદમાં મન મુકીને વરસાદ વરસશે અને સાથે તારીખ 10 ઓગસ્ટ અને 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ(Rain forecast)નું જોર વધશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં 11મી ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યાં જ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર તેમજ દાહોદમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.

સાથે જ હવામાન વિભાગના કહ્યા અનુસાર, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 11મી ઓગસ્ટના રોજ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યાં જ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાત પર જોવા મળશે. લો પ્રેશરને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આજથી આગામી બે દિવસ એટલે કે, શુક્રવાર સુધી વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *