આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાડશે પોતાનો ખેલ: નવા ચહેરા જોવા મળતા જૂના ચહેરાનું પત્તુ કપાશે?

ગુજરાત: હિંમતનગર (Himmatnagar) માં ગઈકાલે એટલે કે, સોમવાર (Monday) ના રોજ ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ તેમજ પેજ સમિતિ…

ગુજરાત: હિંમતનગર (Himmatnagar) માં ગઈકાલે એટલે કે, સોમવાર (Monday) ના રોજ ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ તેમજ પેજ સમિતિ સંવાદ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમીતીના પ્રણેતા તેમજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ (C.R.Patil) ની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

જીતનો શ્રેય પાર્ટીના કાર્યકરોના શિરે:
આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને જુસ્સા સાથે સંબોધતા કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની તાકાત કાર્યકરો છે. તેઓની તાકાતને લીધે જ ભાજપ પેટા ચૂંટણી, મહાનગર પાલિકાની ચૂંટણી, નગર પાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી છે કે, જે ભાજપનો એક એક કાર્યકર ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છે. ગાંધીનગર મહાનગર પાલિકામાંની ઐતિહાસિક જીતનો શ્રેય પાર્ટીના બધા જ કાર્યકરના શિરે જાય છે.

દરેક કાર્યકર સાથે સબંધ ગાઢ બનાવવાનો પ્રયાસ:
અધ્યક્ષ સી.આર. પાટીલે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસને પ્રજા સ્વીકારતું નથી. કોંગ્રેસને હજુ પણ કળ નથી વળી. કાર્યકર્તાઓને કહ્યું હતું કે, ભાજપનો તમામ કાર્યકર નરેન્દ્ર મોદી મોબાઇલ એપનો ઉપયોગ કરે તેમજ કરાવે સાથે ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા કાર્યકર સાથે સબંધ વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ થશે.

ભાજપના કાર્યકરને પરફોર્મન્સના આધારે યોગ્ય સ્થાન મળશે:
સી.આર. પાટીલે કાર્યકર્તાને વિશ્વાસ અપાવતા કહ્યું હતું કે, ભાજપાનો તમામ કાર્યકર જીત માટે સંકલ્પ કરે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતીને જનતા જનાર્દનની સેવા કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં તમામ કાર્યકરને તેના પરફોર્મન્સના આધારે યોગ્ય સ્થાન મળશે જ આની માટે જે જવાબદારી મળે તે નિભાવવા માટેની હાંકલ કરી હતી.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જણાવે છે કે, બધા જ કાર્યકર ચૂંટણીમાં ટીકિટ માંગી શકે છે તેમજ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 100થી વધારે નવા ધારાસભ્યોના ઉમેદવારોની લીસ્ટ જોવા મળશે. ચૂંટણી માટે કયા ઉમેદવારને ટીકિટ આપવી કે નહી તે ભાજપનું હાઇકમાન્ડ નક્કી કરે છે એ પણ સર્વે કરીને કે, જે ઉમદેવારે પ્રજાનો વિશ્વાસ મેળવ્યો હશે એવા નવા ચહેરાને તક અપાશે.

સી.આર પાટીલે પેજ સમીતી અંગે વાત કરી:
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી પર ગુજરાત સહિત દેશવાસીઓને સંપુર્ણ ભરોસો રહેલો છે. આપણી ભુલ હોય તો પણ મતદારો આપણી ભુલ માફ કરીને PM નરેન્દ્ર મોદીને જોઇ આપણને મત આપે છે. આ કાર્યક્રમમાં સી.આર પાટીલે પેજ સમીતી અંગે વાતચિત કરી હતી.

આની સાથે જ તેનું મહત્વ કાર્યકરોને સમજાવ્યું હતું જયારે ચૂંટણીમાં કેવી રીતે તેનો ઉપયોગ કરવો તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. પેજ સમીતીને વધારે મજબૂત કરીને પાર્ટીનો તમામ કાર્યકર આવનાર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ મજબૂત કરે તે માટેનું સચૂન કર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *