દેશભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 31332 થઈ, અત્યાર સુધી 1007 લોકોના મૃત્યુ

દેશભરમાં કોરોનાવાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, દેશભરમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 31332 થઈ ગઈ છે, જેમાં 22629 સક્રિય છે,જ્યારે 7696 લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 1007 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તેમજ રાજસ્થાનમાં 19 નવા કેસ નોંધાયા છે.

રાજસ્થાન સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં આજે સવારે 9 વાગ્યા સુધી પોઝિટિવ દર્દીઓના 19 નવા કેસ સામે આવ્યા છે.ત્યાર બાદ રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 2383 થઈ ગઈ છે. આ 19 નવા મામલાઓમાં પાંચ જયપુરથી, 11 અજમેરથી અને ઉદયપુર, બાસવાડા અને જોધપુર માંથી એક એક મામલાઓ સામે આવ્યા છે.

ઓરિસ્સામાં પણ એક નવો મામલો સામે આવ્યો, સંક્રમિતો સંખ્યા 119 થઈ

ઓરિસ્સાના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે ભુવનેશ્વરમાં 77 વર્ષીય એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. તે પહેલાં ના સંક્રમિત થયેલા વ્યક્તિઓનો સંબંધી છે. તેના સંપર્કમાં આવનાર લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોના સંક્રમિત ની કુલ સંખ્યા 119 થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *