અવારનવાર સરકારી કે અન્ય કોઈ અધિકારીના ઘરમાંથી દરોડા દરમિયાન કાળું નાણું મળી આવતું હોય છે ત્યારે હાલમાં જ આવા એક સમાચાર સામે આવ્યા છે. જો કોઈ અધિકારીના ઘરમાંથી 2,62,000 કરોડની રોકડ તથા 13 ટન સોનું બહાર આવે છે તો તે દેશની સરકાર પણ ચોંકી જશે.
આપણા પાડોશી દેશ ચીનમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે. જ્યારે પૂર્વ સરકારી અધિકારીના ઘરમાંથી ચીનમાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે તેમના ગોડાઉનમાં શું બહાર આવ્યું છે એને જોતાં ચીનની સરકાર પણ ચોંકી ઉઠી હતી. અહીં,અધિકારી જેનું ઘર આવીને પુષ્કળ સંપત્તિમાંથી સામે આવ્યું છે તેનું નામ ઝાંગ છે.
તે હાઈકુ સિટીના પૂર્વ મેયર રહી ચૂક્યો છે. તેના ઘરમાંથી દરોડા વખતે 13 ટન સોનું તથા 2,62,000 કરોડની રોકડ મળી આવી હતી. આની સાથે જ સોનાની કિંમત 26 અબજથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું. અધિકારીના ઘરમાંથી આટલી મોટી મિલકત મેળવ્યા પછી કહેવાયુ હતું કે, તે ચીનના સૌથી ધનિક વ્યક્તિ જેક મા કરતા વધુ ધનિક છે.
આ પૂર્વ અધિકારીએ ઘરની આટલી મિલકત છોડી દીધા પછી આર્થિક ગુનાઓ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. ક્યાંકથી સર્ચ ટીમને મળેલ બાતમી પ્રમાણે અધિકારીના ઘરમાં ગેરકાયદેસર પૈસા રાખવામાં આવ્યા છે. જ્યારે ટીમ ઘરે ગઈ ત્યારે તેમને કંઈ ખાસ મળ્યું ન હતું પણ ભોંયરૂ જોતા તેમના હોશ ઉડી ગયા.
ભોંયરાનો નજારો જોઇને સર્ચ ટીમના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આટલા પૈસા મળ્યા બાદ પણ રાષ્ટ્રીય સુપરવાઇઝરી કમિશનને અધિકારીની પૂછપરછ કરવા આવવું પડ્યું હતું. આ અધિકારીના બેસમેન્ટનો એક વીડિયો સામે આવવી રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, ભોંયરું સોનાની ઇંટોના મોટા ઢગલા એટલે કે સોનાના બારથી ભરેલું છે.
જ્યારે ચીનના વર્તમાન રાષ્ટ્રપતિ,શી જિનપિંગે વર્ષ 2012 માં સત્તા સંભાળી ત્યારથી ભ્રષ્ટાચારના 10,000 થી વધારે કેસ સામે આવ્યા છે. આ 10,000 ભ્રષ્ટ લોકોમાં આવા 120 થી વધુ લોકો છે કે, જે મહત્વપૂર્ણ હોદ્દા પર બેઠા હતા. જેમાંથી કેટલાક લશ્કરી અધિકારીઓ પણ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.