ગુજરાત(Gujarat): રાજ્યમાં હની ટ્રેપ(Honey Trap)ની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા(Social media)નો વપરાશ વધવાને કારણે હવે તેના કેટલાક ખરાબ પાસાઓ પણ નજર સમક્ષ આવી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ કરતા હોવાનાં લીધે કેટલીક વાર તેઓ સોશિયલ મીડિયાની માયાજાળમાં ફસાઇ પણ જતા હોય છે. ત્યારે આવી જ ઘટનાઓ અવાર નવાર સામે પણ આવતી રહે છે. તો કેટલાક મામલાઓમાં ઈજ્જત જવાની બીકે વ્યક્તિ સોદો કરીને પોતાની જાતને છોડાવી લેવામાં સફળ રહેતો હોય છે અને પોલીસ ફરિયાદ પણ નથી કરતો. તેના કારણે જ આવા કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, મહેસાણા(Mehsana) જિલ્લાના સતલાસણ(Satlasana)માં આવો જ એક કિસ્સો સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. સતલાસણાના એક વૃદ્ધ હનીટ્રેપમાં ફસાયા હોવાની ઘટના સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. જેમાં સોશિયલ મીડિયા મારફતે તે વૃદ્ધ સોનલ પંચાલ નામની એક યુવતીનાં સંપર્કમાં આવ્યા હતા. સોનલ પંચાલે થોડા દિવસો સુધી તેમની સાથે ખુબ જ સારી સારી વાતો કરી હતી. સોનલ પંચાલને વૃદ્ધ ખુબ જ પસંદ આવી ગયા હોવાથી તેમની સાથે શરીર સંબંધ બાંધવા ઇચ્છે છે તેવું પણ યુવતીએ જણાવ્યું હતું. જેથી વૃદ્ધે પણ તૈયારી દેખાડી હતી અને બંન્ને દ્વારા દાંતા નજીકના એક ગેસ્ટ હાઉસમાં મળવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
સોનલ પંચાલ નામની મહિલા દ્વારા હનીટ્રેપની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. પોતે દાંતા રહેતી હોવાથી દાંતાની નજીક જ મળી શકાય તેવું તેણે વૃદ્ધને જણાવ્યું હતું. જેથી વૃદ્ધ દાંતાના ગેસ્ટહાઉસમાં સોનલને મળવા માટે પહોંચી આવ્યા હતા. પહેલેથી જ નક્કી થયા મુજબ બંન્ને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. શારીરિક સંબંધ પછી અપહરણ કરી મહિલા દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ હનીટ્રેપના શિકારમાં ફસાયેલા વૃદ્ધ પાસેથી રૂપિયા 5 લાખની માંગણી કરવામાં આવી હતી. આ પૈસા આપ્યા પછી જ વૃદ્ધને છોડવામાં આવશે તેવી ધાક ધમકીઓ મહિલા દ્વારા આપવામાં આવી હતી.
જો કે પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને સતલાસણા પોલીસે છટકું ગોઠવી વૃદ્ધને છોડવામાં આવ્યા હતા. હનીટ્રેપ કરનારી ટોળકીના 2 સાગરીતોને પણ પોલી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. જો કે મુખ્ય નાયિકા સોનલ પંચાલ અને અન્ય 6 લોકો હજુ પણ પોલીસથી દુર છે. સતલાસણા પોલીસ દ્વારા વૃદ્ધને બચાવી ટોળકી ઝડપી પાડવામાં અવી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ લોકો આ કિમિયાથી કેટલા લોકોને છેતરી ચુક્યા છે તે અંગેની તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં હજી અનેક મોટા નામના ખુલાસાઓ થાય તેવી પુરેપુરી શક્યતાઓ દેખાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.