અહિયાં સર્જાઈ ભયંકર તબાહી- ૭૮ લોકોના મોત, વિડીયો દ્વારા જુઓ તબાહીના LIVE દ્રશ્યો

હાલમાં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં(Rio de Janeiro) તબાહી (Destruction) સર્જાઈ છે. પહાડી પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે સમગ્ર પ્રદેશમાં ભૂસ્ખલન(Landslides) અને પૂરની(Flood) સ્થિતિ સર્જાઈ છે, મળતી માહિતી અનુસાર જેમાં ઓછામાં ઓછા 78 લોકોના મોત થયા છે.

તે જ સમયે, આ કુદરતી પાયમાલીનું ભયાનક દ્રશ્ય સોશિયલ મીડિયા(Social media) પર જોરદાર વાયરલ(Viral) થઈ રહ્યું છે, જેને જોઈને કોઈની પણ આત્મા કંપી જશે. આ તબાહી દરમિયાન ઘણી માનહાની તેમજ જાનહાની થઈ હોવાનું જણાયું છે.

જાણવા મળ્યું છે કે, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ એક ટ્વિટમાં રિયો ડી જાનેરોમાં ચાલી રહેલા મૃત્યુના તાંડવને જોઈને તેમના મંત્રીઓને આ આપત્તિમાં અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક મદદ કરવા સૂચના આપી છે.

જ્યારે સિટી હોલે ‘આપત્તિ’ જાહેર કરી છે, ત્યારે આ પૂરને કારણે નુકસાન પામેલા મકાનો અને કારોની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

એક રીપોર્ટ અનુસાર માહિતી મળી આવી છે કે, અસરગ્રસ્ત વિસ્તારમાં 180 થી વધુ સૈનિકો કામ કરી રહ્યા હતા. વધુમાં, સત્તાવાળાઓને મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે કારણ કે બચાવ ટીમોને પેટ્રોપોલિસ જિલ્લામાં વિનાશગ્રસ્ત વિસ્તારોની જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 2011માં પણ ભારે વરસાદ બાદ સેંકડો લોકોના મોત થયા હતા.

ભારે વરસાદનો સંકેત આપતા, અગ્નિશમન વિભાગે જાહેર કર્યું કે સમગ્ર દિવસમાં માત્ર ત્રણ કલાકમાં પ્રદેશમાં 25.8 સેમી વરસાદ નોંધાયો, જે અગાઉના 30 દિવસની સમકક્ષ છે, એસોસિએટેડ પ્રેસે અહેવાલ આપ્યો.

ભૂસ્ખલનથી વાહનો અને મકાનો ધોવાઈ ગયા હતા અને પેટ્રોપોલિસ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી પાણી વહી રહ્યું હતું તેવું સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં દેખાઈ રહ્યું છે.

હવામાન એજન્સી મેટસુલના જણાવ્યા અનુસાર, ઐતિહાસિક સિટી સેન્ટરની શેરીઓમાં પાણીનું સ્તર વધવાને કારણે ઘણી દુકાનો સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી. પેટ્રોપોલિસના ભાગોમાં છ કલાકથી ઓછા સમયમાં 260 મિલીમીટર (10 ઇંચ) સુધી પાણી મળ્યું હતું, જે સમગ્ર ફેબ્રુઆરી મહિનાની અપેક્ષા કરતાં વધુ હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સૌથી વધુ વરસાદ પડ્યો હતો, પરંતુ મધ્યમ વરસાદ કેટલાક કલાકો સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *