શેરબજારના દિગ્ગજ રોકાણકાર અને ડી-માર્ટ રિટેલ ચેન ચલાવનાર કંપની એવન્યુ સુપર માર્કેટના સંસ્થાપક રાધાકૃષ્ણ દામાણી ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.પોતાના 17.5 અબજ ડોલર એટલે કે લગભગ સવા લાખ કરોડ રૂપિયાના નેટવર્થ સાથે તેમણે શિવ નાદર, ગૌતમ અદાણી જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.દેશના સૌથી અમીર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી છે જેમનું નેટવર્થ 27.4 અબજ ડોલર છે.
ફોર્બ્સ રિયલ ટાઈમ બીલીઓનાર ઇન્ડેક્સ અનુસાર ગયા અઠવાડિયે સુપરમાર્કેટના શેર ગયા અઠવાડિયા કરતાં પાંચ વર્ષ વધી ગયા છે. તેના લીધે દમાણીનું નેટવર્થ વધી ગયું છે. શનિવારે દમાણીનું નેટવર્થ 17.8 અબજ ડોલર સુધી પહોંચી ગયું હતું. તેમના બાદ ભારતીયોની વાત કરીએ તો એચસીએલ ના શિવ નાદર, ઉદય કોટક અને ત્યારબાદ ગૌતમ અદાણીનું સ્થાન છે.
મિસ્ટર વ્હાઇટ
દમાણી હંમેશા સફેદ શર્ટ અને સફેદ પેન્ટમાં જોવા મળે છે. એટલા માટે તેમને મિસ્ટર વાઈટ એન્ડ વાઈટ પણ કહે છે. તેઓ શેરબજારના એક પ્રખ્યાત જાણકાર અને રોકાણકાર છે.તેમણે પોતાનાં અને કારોબારની ચતુરાઈથી પોતાના ડી માર્ટ અને ભારતમાં એક સફર સુપરમાર્કેટ ચેન બનાવી દીધી છે.પાછલા એક વર્ષમાં એવન્યુ સુપર માર્કેટના શહેરોમાં ૩૦ ટકાનો વધારો થયો છે અને કંપનીની બજારની પુંજી માં ૬૫૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે વધારો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.