કોરોના પહેલા ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે મુલવનતી રાખવામાં આવી હતી. જે હવે 19 જુનના રોજ યોજવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં રાજ્ય સભાની ચૂંટણીઓ આવતાં જોડતોડનું રાજકારણ જોવા મળી રહ્યું છે. બંને અગ્રણી પક્ષો ભાજપ કોંગ્રેસ એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. બંને પક્ષો સીટો મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપથી પોતાના ધારાસભ્યોને બચાવવા માટે તેઓએ ત્રણ ભાગમાં પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં વહેંચી નાંખ્યા છે. ત્યારે આજે પુરાવાઓ સાથે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરીને સરકાર પર સણસણતા આક્ષેપો લગાવ્યા છે. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પૂજા વંશને પોલિસ દ્વારા હેરાનગતિનો આક્ષેપ કરીને અમિતચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરી અને રાજ્યસભાની ચૂંટણીને લઇ અમિત ચાવડાનો મોટો આક્ષેપ કર્યો છે, ખરીદ વેચાણ સંઘ કરી અમારા ધારાસભ્યોને ખરીદ્યા, 3 ઉમેદવાર જીતે તેવું સંખ્યા બળ ન હોવા છતાં ઉભા રાખ્યા ત્યારે હજુ અમારી પાસે 2 બેઠકો જીતે તેવું પૂરતું સંખ્યાબળ છે ત્યારે ભાજપ હવે કોઈને ખરીદી શકે તેમ નથી ત્યારે હવે પોલીસ અને મશીનરીનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યોને ધમકાવે છે.
આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, અમારા ધારાસભ્યોને નરેન્દ્રમોદી અને અમિતશાહના ઈશારે ડરાવવામાં આવી રહ્યા છે. ભાજપ રાજ્યસભાની સીટ જીવતા માટે કોઈપણ હિસાબે ગણિત બગાડવા માટે છે. એટલા માટે જ કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવી ધમકાવીને રાજીનામા અપાવી રહ્યા છે. 1 સીટ જીતવા 150 કરોડ ખર્ચો કરી નાંખ્યો છે. ચૂંટણી જીતવા દિલ્હીના ઈશારે ગાંધીનગરમાં બેઠલા અધિકારીઓ ખેલ રમી રહ્યા છે.
અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે, ભાજપ સરકાર પોલીસ અને સરકારી મશીનરીની મદદથી કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવી ધમકાવી રહી છે. ભાજપમાં ધારાસભ્યોને તોડવા માટે કરોડો રૂપિયાનું બજેટ છે. ભાજપના ઈશારે અધિકારીઓ દ્વારા કોંગ્રેસી સભ્યોને ડરાવી ધમકાવવામાં આવી રહ્યા છે. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે અમારા ધારાસભ્યોને પોલીસ અને મશીનરી દ્વારા ડરાવવા ધમાકવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પુંજા વંશને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે.ખોટી રીતે હેરાન ગતિના અમારી પાસે પૂરતા પૂરાવા છે.
અમિત ચાવડાએ નગરપાલિકાની ચૂંટણી વખતે થયેલી બબાલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ કેસમાં પુંજા વંશ વિરૂદ્ધ પોલીસ દ્વારા ખોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે પુંજા વંશને ત્રણ ત્રણ વાર ખોટા સમન્સ કઢાયા જેમાં બે વખત પુંજા ભાઈ હાજર રહ્યા. છતાં ચૂંટણી નજીક આવતા હેરાનગતિ કરાય છે સમગ્ર મામલે કોંગ્રેસ આજે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news