અંકલેશ્વરમાં શા માટે ST કર્મચારીઓ ઉતર્યા વિરોધ પર? વાંચો વિગતવાર

Published on Trishul News at 5:15 PM, Thu, 26 October 2023

Last modified on October 26th, 2023 at 5:18 PM

ST employees protest in Ankleshwar: રાજ્યના એસટી કર્મચારીઓની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓને લઈને આજરોજ અંકલેશ્વર શહેર એસ.ટી. કર્મચારીઓએ ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું. જો માંગણી ન સંતોષાય તો આગામી 2જી નવેમ્બરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાલનું અલ્ટીમેટમ અપાયું.ભરૂચ સહિત GSRTCના 18 ડિવિઝનના કામદારોનો વિવિધ મુદ્દે સરકાર સામે એસટી કર્મચારીઓએ આંદોલન શરુ કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના એસટી કર્મચારીઓની લાંબા સમયથી માંગણીઓ પડતર છે. જે અંગે અવાર નવાર રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી. એસટી કર્મચારીઓની 19 માંગણીઓ પડતર છે જેમાં મુખ્યત્વે 7માં પગારપંચ લાગુ કરવા, ઘરભાડું તેમજ અન્ય માંગણીઓ પડતર છે. જે અંગે આજરોજ એસટી કર્મચારીઓ દ્વારા અંકલેશ્વર શહેર ડેપો મેનેજરને લેખિતમાં આવેદનપત્ર આપી પડતર માંગણીઓ પૂરી કરવાનું માંગણી કરવામાં આવી છે.

તારીખ 23 થી 25 ઓક્ટોબર સુધી કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવ્યા પછી આજે 26મી એ તમામ જિલ્લા કલેક્ટરોને પડતર માંગણીઓ મુદ્દે આવેદનપત્ર આપ્યું છે.જો માંગણીઓ પૂરી કરવામાં નહિ આવે તો આગામી 2 નવેમ્બર રાતના 12 વાગ્યાથી સામૂહિક હડતાળ કરવામાં આવશે.જેમાં ડ્રાઈવર, કન્ડક્ટર, વર્કશોપ સ્ટાફ, ઓફિસ સ્ટાફ, ક્લાર્ક, વોચમેન સહિત કુલ 400 જેટલા કર્મચારીઓએ હડતાળ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી છે.

Be the first to comment on "અંકલેશ્વરમાં શા માટે ST કર્મચારીઓ ઉતર્યા વિરોધ પર? વાંચો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*