ભરૂચ: નગરપાલિકાએ થાન ગામે બનાવેલી ડમ્પીંગ સાઈટનો ગામવાસીઓનો વિરોધ

Villagers protest against dumping site constructed in Bharuch: ભરૂચ શહેરી વિસ્તારમાંથી આવતો કચરો તાલુકાના થામ ગામ નજીક આવેલા એક ખેતરમાં તંત્ર દ્વારા ઠાલાવવામાં આવે છે,…

Villagers protest against dumping site constructed in Bharuch: ભરૂચ શહેરી વિસ્તારમાંથી આવતો કચરો તાલુકાના થામ ગામ નજીક આવેલા એક ખેતરમાં તંત્ર દ્વારા ઠાલાવવામાં આવે છે, ભરૂચ મહાનગર પાલિકા(Villagers protest against dumping site constructed in Bharuch) દ્વારા ખાનગી ખેતરને ભાડે લઈ છેલ્લા કેટલાય સમયથી અહીંયા દુર્ગંધ મારતો કચરો નાખવામાં આવે છે. ત્યારે આવા દુર્ગંધ મારતા કચરાથી ત્યાં વસવાટ કરતા લોકોની હાલત બદ્દતર બની ગઈ છે.

ખેતરોની આસપાસ વસવાટ કરતા સ્થાનિક આગેવાનું કહેવું છે કે, જ્યારથી નગર પાલિકા દ્વારા આ સ્થળે ડમ્પીંગ સાઇડનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારથી આસપાસ આવેલા થામ, વ્હાલું,કરમાડ સહિતના ગામોમાં દુર્ગંધ ફેલાવા લાગી છે. સાથે સાથે આજુબાજુના ખેતરોમાં પણ આ ડમ્પિંગ સાઇડની અસરના કારણે ખેડૂતોના પાકને ખુબ જ નુકશાન થઈ રહ્યું છે.

જેને લઈને આજરોજ ડમ્પીંગ સાઇડની આસપાસ વસવાટ કરતા ગ્રામજનો તેમજ આગેવાનોએ થામ ગામ ખાતે ડમ્પિંગ સાઇડના સ્થળે ઉપસ્થિત રહી તંત્ર સામે ભારે સુત્રોચાર કર્યા હતા અને તાત્કાલિક ધોરણે આ ડમ્પીંગ સાઇડને દૂર કરવાની માંગ સાથે વિસ્તારમાં પ્રદુષણ ફેલાવતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી અને GPCB માં આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *