આ માણસની હરકતો જોઈ સાપ ગોથા ખાઈ ગયો, વિડીયો જોઈ તમે પણ મોઢામાં આંગળા નાખી જશો

સોશિયલ મીડિયા (Social media)માં અવાર નવાર ઘણા વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. તેમાં પણ ખાસ કરીને સાપ (Snake)ના વિડીયો ખુબ જ જોવા મળતા હોય છે. ત્યારે મોટાભાગના લોકો કોઈપણ પ્રકારના સાપને જોઈને ડરી જાય છે. ઘણા લોકો આ ઈચ્છા સાથે રહે છે કે તેમને આખી જીંદગીમાં ક્યારેય સાપનો સામનો કરવો ન જોઈએ. પરંતુ આખી દુનિયામાં કેટલાક એવા લોકો છે જે સાપથી બિલકુલ ડરતા નથી અને તેમની સાથે રમવા માટે એટલા આગળ નીકળી જાય છે.

ત્યારે હાલમાં જ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ 10 ફૂટ લાંબા સાપને સ્નાન કરતો જોવા મળી રહ્યો છે. સાપ પણ આરામથી નહાતો જોવા મળે છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ વિડીયો પર ઘણા લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by SAKHT LOGG 🔥 (@sakhtlogg)

માણસે સાપને સ્નાન કરતા જોયો:
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વોશરૂમમાં લગભગ 10 ફૂટ લાંબો સાપ દેખાય છે. એક વ્યક્તિ પણ ડોલમાં પાણી લઈને ત્યાં પહોંચે છે અને તેને નવડાવા લાગે છે. પહેલા તે સાપના માથા પર અને બાદમાં તેના બાકીના શરીર પર પાણી રેડે છે. સાપ પણ વ્યક્તિના કાર્યો સામે વાંધો ઉઠાવતો નથી અને ખૂબ આનંદથી સ્નાન કરવા લાગે છે.

તમે આ પહેલા પણ સાપ સાથે જોડાયેલા ઘણા વીડિયો જોયા હશે. પરંતુ આ વીડિયોમાં જે પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે તે સામાન્ય રીતે ક્યાંય જોવા મળતો નથી. આ વીડિયો સખ્તલોગ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *