Police arrested young man: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નબીરાઓની સ્ટંટ કરવાથી લઈ, નબીરાઓના અકસ્માત કરવા જેવી ઘટનાઓ વધારે બની રહી છે.ખાસ કરીને રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ,સુરત જેવા શહેરોમાં આ ઘટના જોવા મળી રહી છે.એમાં પણ ખાસ કરીને અમદાવાદ(Police arrested young man) જેવા શહેરમાં યંગસ્ટર ઠાઠમાઠથી તૈયાર થઇને સમીસાંજે સરખેજ, સિંધુભવન રોડ, એસજી હાઇવે સહિતની જગ્યાઓ પર રોલો મારવા માટે નીકળી પડતાં શહેરનો નકશો બદલી નાખ્યો છે.
બેફામ વાહન ચલાવીને સ્ટંટ કરવા, જોર જોરથી સાઉન્ડ વગાડીને કાર ચલાવવી આજે નબીરાઓના શોખ બની ગયો છે.રે સરખેજમાં રોફ જમાવવો યુવકોને ભારે પડ્યો છે. રોલા મારતા વસ્ત્રાલના બે યુવકોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે.
પોલીસને ખોટું બોલ્યો
મોડી રાતે પોલીસ ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે કાર પર MLAનું બોર્ડ લગાવીને ફરતા યુવકને સરખેજ પોલીસે ઝડપી પાડ્યો હતો સરખેજ પોલીસ મોડી રાતે બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે એમએલએ બોર્ડવાળી એક કાર પુરઝડપે આવી રહી હતી. પોલીસે કારચાલકને રોકીને તેની ધરપકડ કરી લીધી હતી. તે યુવકનું નામ ક્રિશ પટેલ છે. જેનો કોઇ સંબંધી પણ MLA નથી.
ક્રિશની ધરપકડ કરી ત્યારે તેણે અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખભાઇ પટેલ સંબંધી હોવાનું કહીને પોલીસને ખોટું બોલ્યો હતો. ગ્રૂપમાં સિનસપાટા મારવા માટે ક્રિશે પોતાની કારમાં MLAનું બોર્ડ લગાવ્યું હતું. જે સાથે સવાર વિશ્વ પટેલ પણ હતો જેની પણ પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ એક્શન મોડમાં
રોડને પોતાના બાપની રોડ સમજીને પુરઝડપે જેગુઆર ચલાવીને નવ લોકોના ભોગ લેનાર તથ્ય પટેલ હાલ જેલમાં બંધ કરવામાં આવ્યો છે. હવે કોઇ શહેરમાં બીજો કોઇ તથ્ય પટેલ પેદા થાય નહીં અને નબીરાની શાન ઠેકાણે આવે તે માટે પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે.
મોડી રાતે શહેરના પોશ વિસ્તારો તેમજ વિવિધ વિસ્તારોને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવે છે. પોલીસ એટલી કડક બની ગઇ છે જાહેર રોડ પર જો પુરઝડપે વાહનો લઇને નીકળ્યા તો તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube