મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં તૈનાત એક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે સિંઘમ જેવો એક અભિનય કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કોન્સ્ટેબલે પોલીસનો યુનિફોર્મ પહેરેલો છે અને હાથમાં બંદૂક લઇ રહ્યો છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, કોન્સ્ટેબલ મહેશની આ પ્રકારની હરકતને કારણે પોલીસ વિભાગને ખુબ જ નુકસાન થયું છે. વાયરલ વીડિયોમાં કોન્સ્ટેબલ બંદૂક બતાવતો જોવા મળી રહ્યો છે. કોન્સ્ટેબલ વીડિયોમાં કહી રહ્યા છે કે કાયદાનું પાલન કરનારાઓને ફાયદો થશે.
વીડિયો વાયરલ થયા બાદ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલનું નામ મહેશ મુરલીશર કાલે છે. કોન્સ્ટેબલ મહેશ અમરાવતી જિલ્લાના ચંદુર બજાર પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. મહત્વનું છે કે, કોન્સ્ટેબલ મહેશનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ તેની નોંધ લીધી અને કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરી. મંગળવારે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
અમરાવતી ગ્રામ્યના એસપી હરિ બાલાજીએ જણાવ્યું કે વીડિયોમાં કોન્સ્ટેબલ મહેશે ફિલ્મી શૈલીમાં બંદૂક બતાવી રહ્યા હતા. વીડિયોમાં તે હથિયારોને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેને લીધે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અભિનેતા અજય દેવગણે સિંઘમ ફિલ્મમાં પોલીસની ભૂમિકા ભજવી છે. કોન્સ્ટેબલ મહેશ વીડિયોમાં સિંઘમ ફિલ્મના સંવાદો બોલી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.