સુરત(Surat): હવસનો ભૂખ્યો શૈતાન બનેલો આચાર્ય નિશાંતકુમાર વ્યાસ સામે જાતીય સતામણીનો પુણા(Puna police) પોલીસમાં ગુનો દાખલ થયો હતો અને તેના 2 દિવસ પહેલા જ ઘરેથી ભાગી ગયો હતો. શુ આચાર્યને ગુનો દાખલ થવાની કોઈ ગંધ આવી ગઈ? જો આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે તો અનેક ખુલાસાઓ થઇ શકે છે.
જણાવી દઈએ કે, વધુમાં પુણા પોલીસની ટીમે સુમુલ ડેરી રોડ પર નિલકંઠેશ્વર સોસાયટીમાં રહેતા પ્રિન્સિપાલ નિશાંતકુમાર યોગેશચંદ્ર વ્યાસના ઘરે બુધવારના રોજ તપાસ કરવા માટે ગઈ હતી. આચાર્યની ભાળ મેળવવા માટે પોલીસ દ્વારા આચાર્યની શિક્ષિકા પત્નીની પૂછપરછ કરવામાં આવી હતી.
પત્નીએ પોલીસને જણાવતા કહ્યું કે, પતિ બે દિવસ અગાઉ જ ઘરેથી જતા રહ્યા છે, કયા ગયા છે તે વિશે મને કઈ ખબર નથી એવું રટણ તેની પત્નીએ કર્યુ હતું. પોલીસ દ્વારા તેની પત્નીને આચાર્યને તપાસના કામ માટે હાજર કરવા માટે નોટિસ બજાવવામાં આવી છે.
આ અંગે વધુમાં પોલીસે જણાવતા કહ્યું હતું કે, પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસ દ્વારા થોડા દિવસો પહેલા પાલિકાના તપાસ સમિતિ સમક્ષ પોતાના નિવેદનો લખાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના પણ નિવેદનો લઈ પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, હાલમાં તો પોલીસ દ્વારા તેના સંબંધીઓના એડ્રેસ મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે સાથે જ પ્રિન્સીપાલનો મોબાઇલ જે હાલમાં બંધ આવે છે, તે મોબાઇલની સીડીઆરને આધારે છેલ્લા અઠવાડિયામાં કોની કોની સાથે સંપર્કમાં હતો તે અંગે પણ પગેરૂ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
અમે તમને જણાવી દઈએ કે, પુણા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 14 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રિન્સીપાલ દ્વારા જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસને કારણે પાલિકાની પ્રાથમિક શાળાની આબરૂના લીરેલીરા ઉડ્યા હતા. વર્ષ 2018માં શાળાના આચાર્યએ પોતાની કેબિનમાં 14 વર્ષીય વિદ્યાર્થીને નગ્ન કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.