બનાસકાંઠાની બહેનોએ ઓવારણાં લેતા ભાવુક થયા PM મોદી- જુઓ વિડીયો

હાલ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) 3 દિવસ સુધી ગુજરાત (Gujarat)માં પ્રવાસ કરવાના છે. તેઓ ગઈ કાલથી ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.…

હાલ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) 3 દિવસ સુધી ગુજરાત (Gujarat)માં પ્રવાસ કરવાના છે. તેઓ ગઈ કાલથી ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આજે પોતાના પ્રવાસના બીજા દિવસે બનાસકાંઠા(Banaskantha) પહોંચ્યા હતા. જ્યા PM મોદીએ બનાસ ડેરીના નવા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર, મોદીએ બનાસકાંઠાની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન બનાસકાંઠાની બહેનોએ વડાપ્રધાનના ઓવારણા લીધા હતા. વડાપ્રધાને જણાવ્યું કે, એક સાથે દોઢ થી બે લાખ માતાઓ અને બહેનો મને આશીર્વાદ આપી રહી છે. આવું મારા જીવનમાં પ્રથમ વખત બન્યું છે. આ વાતથી મોદી ખુબ જ ભાવુક થઈ ગયા હતા.

મોદીએ સવારે 9.40 વાગ્યે દિયોદરમાં બનાસ ડેરી સંકુલમાં મહિલા સંમેલનને સંબોધન કર્યું હતું.    PM મોદીએ જણાવ્યું કે, અહીંની માતા-બહેનો પશુઓને નિ:સ્વાર્થ પ્રેમ કરે છે. તેઓ પશુઓને પોતાના સંતાન કરતાં પણ વધારે સારી રીતે સાચવી છે. જ્યારે બનાસકાંઠાની મહિલાઓ ઓવારણા લેતી હતી, તે વખતે હું મારા મનની ભાવનાઓને રોકી શક્યો નહતો. તેમના આશીર્વાદ મારા માટે અનમોલ છે. આથી હું આ માતા-બહેનોને વંદન કરું છું. આવું મોદીએ ભાવુક થઈને ત્યાની 2 લાખથી વધુ મહિલા પશુપાલકોને સંબોધન કર્યું હતું.

વડાપ્રધાને ગુજરાતના વખાણ કરતા જણાવ્યું હતું કે, ભારતની બોર્ડરને કઈ રીતે જીવંત બનાવાય તેમજ ભારતના જિલ્લાઓનો વિકાસ કઈ રીતે થાય તેનું ઉદાહરણ ગુજરાતએ આપ્યું છે. અહીંના, કચ્છની સીમા પર રણોત્સવે સમગ્ર કચ્છની સરહદને ત્યાં વસતા ગામોને આર્થિક રીતે ધમધમતા કરી દીધા છે. હવે નડાબેટમાં સીમા દર્શનનો કાર્યક્રમ શરૂ થયો છે. જેના થકી બનાસકાંઠા અને પાટણ જિલ્લાની સરહદના છેવાડાના ગામો પણ પ્રવાસનના કારણે ધમધમતા થશે. હવે વડાપ્રધાન મોદીનું 3 દિવસ સુધી ગુજરાતમાં રોકાણ ખૂબ જ મહત્વનું મનાઈ રહ્યું છે. કારણ કે, ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જો કે પ્રધાનમંત્રી કાર્યાલયે વડાપ્રધાનના પ્રવાસની જે વિગતો આપી છે, તે મુજબ મોટાભાગના સરકારી કાર્યક્રમોમાં જ તેઓ ભાગ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *