આ પોલીસ છે કે ગુંડો? ફરયાદીને 41 સેકન્ડમાં પોલીસે 30 લાફા ઝીંક્યા, જુઓ વિડીયો

Police Viral Video: પોલીસકર્મીઓને સામાન્ય જનતાના રક્ષક માનવામાં આવે છે. પરંતુ કેટલાક પોલીસવાળાઓ પોતાની વર્દી અને અહંકાર માટે ક્યારેક એવું કરી બેસે છે કે તે ફરિયાદીને જ ગુનેગાર સમજી લે છે. ઇન્ટરનેટ પર હાલમાં જ એવો એક વિડીયો વાયરલ (Police Viral Video) થઈ રહ્યો છે. જેમાં યુપીના 86 શહેરના મઉરાનીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સુધાકર કશ્યપએ ન્યાયની માંગણી સાથે પહોંચેલ એક ફરિયાદીને ખરાબ રીતે માર માર્યો હતો.

ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ લોકો તેને જોઈ ડરી ગયા હતા. કોમેન્ટમાં તમામ લોકો પોલીસકર્મી પર કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગણી કરી રહ્યા છે. જેવો આ મામલો ઝાંસીના એસ.પી પાસે પહોંચ્યો તો તેમણે તરત જ સુધાકર કશ્યપ પર કાર્યવાહી કરી હતી.

પોલીસ કર્મીની હેવાની હરકત
કાયદાની એક પણ ચોપડીમાં પોલીસ સ્ટેશનમાં આવેલા ફરિયાદી પર પોલીસ દ્વારા હાથ ઉપાડવાનું લખ્યું નથી. પરંતુ યુપીના ઝાંસીમાં ફરજ બજાવતા હવાલદારએ ફરિયાદી પર હાથ ઉઠાવ્યો હતો. મારપીટ દરમિયાન દાવા અનુસાર ફક્ત 41 સેકન્ડની અંદર પોલીસકર્મીએ વ્યક્તિને 31 તમાચા માર્યા હતા.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. ઝાંસી પોલીસ સ્ટેશનમાં ન્યાય માંગવા માટે ગયેલ ફરિયાદીને પોલીસકર્મી સુધાકર કશ્યપે તાબડતોબ લાફાનો વરસાદ કરવાને કારણે પોલીસકર્મી સસ્પેન્ડ થયો છે. અત્યાર સુધી આ વિડીયો ને હજારો લોકો જોઈ ચૂક્યા છે. ઝાંસી પોલીસના અધિકારીઓએ તરત જ કાર્યવાહી કરતા આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યો છે.