હાલ અકસ્માત (Accident)ને કારણે વધુ એક પરિવાર વેર વિખેર થયો છે. જાણવા મળ્યું છે કે, હરદા (Harda)માં રહેતો પરિવાર આયસરમાં મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન આયશર ટ્રક અને કાર વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી. જેમાં પતિ-પત્ની સહિત બે દીકરીઓના મોત નીપજ્યા હતા. જાણવા મળ્યું છે કે, આ અકસ્માત સાગર-રાહતગઢ પર આવેલા બેરખેડી પાસે સર્જાયો હતો. આ ચારેયના અંતિમ સંસ્કાર 3 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, 1 ઓક્ટોબરના રોજ મોહિત પરિવાર સાથે હરદાથી નીકળ્યો હતો. જયારે ભોપાલમાં મોટાભાઈના ઘરે રાત રોકાઈને સવારે અષ્ટમી પૂજન માટે ઉત્તર પ્રદેશ જવા માટે બે કાર નીકળી હતી. એક કારનો ગંભીર અકસ્માત થયો હતો અને તે કારમાં મોહિત પત્ની અને બે દીકરીઓ સાથે બેઠો હતો.
આ અકસ્માતમાં મોહિત શુક્લા(40), પત્ની દક્ષા (35), દીકરી માન્યા (8) તથા લાવણ્યા (14)નું મોત નીપજ્યું હતું. આ પછી 3 ઓક્ટોબર એટલે કે સોમવારના રોજ સવારના સમયે પતિ-પત્ની ને બે દીકરીઓની લાશ હરદા લાવવામાં આવી હતી. પરિવારના સભ્યો નવ વાગે સ્મશાન લઈને ગયા હતા. ચારેય લાશોના ટૂકેડા ટૂકડા થઈ ગયા હતા. આ જ કારણે પરિવારના અન્ય સભ્યોને કોઈના ચહેરા બતાવવામાં આવ્યા નહોતા.
મોહિત ઈન્દોરમાં નોકરી કરતો અને રજાના દિવસે હરદા આવતો હતો. પત્ની તથા બંને દીકરીઓ માતા શકુંતલા દેવી સાથે રહેતા હતા. ત્યારે ઘરમાંથી એક જ સાથે ચાર-ચાર અર્થીઓ ઉઠતા પરિવારની હાલત ખુબ જ કફોડી બની હતી. તેમજ આસપાસના લોકોની આંખો પણ ભરાઈ ગઈ હતી. જયારે મોહિતની વૃદ્ધ માતા શકુંતલા દેવી પોતાના પુત્ર-વહુ ને બે પૌત્રીઓનો ચહેરો જોવા માટે વિનંતી કરી રહી હતી.
માતા દીકરાનો ચહેરો પણ જોઈ ના શકી:
માતાએ કાળજાના કટકાનો ચહેરો પણ છેલ્લીવાર જોયો નહોતો. દક્ષા તથા મોહિતના અલગ અલગ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જયારે બંને દીકરીઓના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર થયા હતા. મોહિતના કાકાના દીકરાએ મુખાગ્નિ આપ્યો હતો.
દોઢ વર્ષ પહેલાં પિતાનું અવસાન:
જાણવા મળ્યું છે કે, મોહિતના પિતા રમાકાંતનું પણ દોઢ વર્ષ પહેલાં જ અવસાન થયું હતું. બંને દીકરીઓ દાદા વગર એક મિનિટ પણ રહેતી ન હતી. દાદા બંને પૌત્રીઓને યાદ કરીને રડતા હતા. આ સિવાય દક્ષાના 71 વર્ષીય પિતા દ્વારકાનાથ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તેમની આંખમાંથી આંસુ હજુ સુધી સુકાયા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.