Textbook Prices Decrease: નવા વર્ષથી છપાનારા પુસ્તકોના ભાવમાં 45 ટકા સુધીનો મોટો ઘટાડો થશે. પુસ્તકોના ભાવમાં ઘટાડો થવાથી વાલીને તેની સીધી અસર થશે (Textbook Prices Decrease) અને ખસ્સા પરનું આર્થિક ભારણ ઘટશે. પાઠ્યપુસ્તકોની કિંમતનો આધારે કાગળ પર હોય છે. અત્યાર સુધી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા 80 જીએસએમનો કાગળ ખરીદવામાં આવતો હતો, પરંતુ આ વર્ષથી જ મંડળે 70 જીએસએમનો કાગળ ખરીદવાની શરુઆત કરી છે.
પથ્ય પુસ્તકોના ભાવમાં થશે ઘટાડો
ઉપરાંત કાગળના ટેન્ડરની શરતોમાં પણ ફેરફાર કર્યો છે. જેથી નાની નાની ફેક્ટરી પણ કાગળ સપ્લાયની કામગીરીમાં જોડાઇ હતી. પરિણામે જે કાગળ પહેલા કિલોના રૂપિયા 108ના ભાવે મળતો હતો, તે નવા ટેન્ડર બાદ રૂ. 53.50 ના નવા ભાવે મળ્યો હતો.
જેથી નવા આવનારા પુસ્તકોના ભાવમાં મોટો ઘટાડો થયો થશે.પહેલા ટેન્ડરની શરતો એવી હતી કે જેમાં મોટો જથ્થો એક સાથે મંગાવવામાં આવતો હોવાથી કંપનીઓનું ટર્ન ઓવર પણ મોટુ હોય તેવું માગવામાં આવતું. જેથી ઘણીવાર નાની કંપનીઓ ભાગ લઇ શકતી ન હતી. પરંતુ નવી ટેન્ડર પ્રક્રિયામાં એક સાથે મોટા જથ્થામાં કાગળ મગાવવાના સ્થાને 2 હજાર ટનના કાગળ મંગાવવામાં આવ્યા. સાથે જ ટેન્ડરની શરતો પણ હળવી કરાઇ.
જેથી નાની નાની કંપનીઓ પણ સ્પર્ધામાં ઉતરી શકે. આ સ્થિતીમાં સ્પર્ધા વધતા કંપનીઓએ કાગળના ભાવમાં ઘટાડો કર્યો. જેથી જે કાગળ રૂ. 100થી વધારે ભાવનો હતો તે 55થી ઓછામાં આવી ગયો. જેની સીધી અસર નવા પાઠ્યપુસ્તકોના ભાવ પર થશે.
આ વર્ષે મેમાં સ્કૂલોમાં પાઠ્યપુસ્તકો પહોંચી જશે
આ વર્ષે મંડળ દ્વારા સ્કૂલો શરુ થયા પહેલા પાઠ્યપુસ્તકો સ્કૂલોમાં પહોંચાડાશે. હાલના અંદાજ મુજબ મે મહિનાના અંત સુધીમાં આગળના ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે નવાં વર્ષના પુસ્તકો મોકલી અપાશે. જેના માટેની છાપવાની કામગીરી પણ શરૂ કરાઇ છે. પાઠ્યપુસ્તકો પહોંચાડવાના રૂટને પણ એ રીતે નક્કી કરાયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App