હવે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવુ વધુ સરળ થઈ ગયુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કેવડીયાને દેશના જુદા જુદા ભાગોથી જોડતી 8 ટ્રેનોને લીલીઝંડી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયાને દેશના અન્ય ભાગો સાથે જોડવા માટે આઠ ટ્રેનોને રવાના કરી હતી.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે રેલ્વેના ઇતિહાસમાં આ સંભવત. પહેલી વાર છે જ્યારે એક સાથે અનેક ટ્રેનોને દેશના જુદા જુદા ખૂણાઓથી એક જ જગ્યા માટે ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું છે. કેવડિયા પણ એવું સ્થાન છે, તેની ઓળખ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે જેણે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપ્યો હતો.
આવું ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત થયું છે જયારે અલગ અલગ પાંચ રાજ્યોથી ટ્રેન શરુ થઈને એક સ્થળ માટે શરુ કરાઈ. દિલ્હીથી પ્રધાનમંત્રી મોદી, અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ગુજરાતથી વિજય રૂપાણી, મધ્ય પ્રદેશથી શિવરાજ ચૌહાણ, યુપી થી આદિત્યનાથ, મહારાષ્ટ્રથી ઉદ્ધવ ઠાકરે આ કાર્યક્રમમાં જોડાયા હતા અને પોત પોતાના રાજ્યોથી ટ્રેનને લીલીઝંડી આપી હતી.
આ 8 ટ્રેનો છે —
મહામના એક્સપ્રેસ કેવડિયાથી વારાણસી સુધી સાપ્તાહિક દોડશે.
દાદર-કેવડિયા એક્સપ્રેસ દાદરથી કેવડિયા દૈનિક દોડશે.
જન શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી કેવડિયા દૈનિક દોડશે.
નિઝામુદ્દીન-કેવડિયાસંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ કેવડિયાથી હજરત નિઝામુદ્દીન અઠવાડિયામાં બે દિવસ ચાલશે.
કેવડિયા-રેવા એક્સપ્રેસ કેવડિયાથી રીવા સુધી સાપ્તાહિક દોડશે.
ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ ચેન્નઈથી કેવડિયા માટે સાપ્તાહિક દોડશે.
મેમુ ટ્રેન દરરોજ પ્રતાપ નગરથી કેવડિયા દોડશે.
કેવડિયાથી પ્રતાપનગર સુધી મેમુ ટ્રેન દૈનિક દોડશે.
પીએમ મોદીએ કહ્યું કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પહોંચી રહ્યા છે. તેના લોકાર્પણ પછી, લગભગ 50 લાખ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પહોંચ્યા છે. આજે કેવડિયા ગુજરાતના દૂરના વિસ્તારમાં હવે એક નાનો તાલુકો નથી, પરંતુ કેવડિયા વિશ્વના સૌથી મોટા પર્યટક ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle