નાડી દોષ જેવી ગુજરાતી ફિલ્મોના પોડ્યુસરે હજારો લોકોને લગાવ્યો કરોડોનો ચૂનો, જાણો શું છે સમગ્ર મામલો?

Film Producer Pradeep Shukla: ગુજરાતી ફિલ્મ બનાવનાર નિર્માતા છેતરપિંડીના ગુનામાં ઝડપાયો છે. નાડીદોષ, ચાસણી અને રાડો જેવી ગુજરાતી ફિલ્મ તેમજ પંજાબી, મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની 3.74 કરોડના છેતરપિંડીના ગુનામાં ધરપકડ(Film Producer Pradeep Shukl) કરવામાં આવી છે.પોન્ઝિ સ્કિમોમા નાણા રોકાણ કરાવી પ્રદીપ એન્ડ ટોળકીએ 10થી 15 કંપનીઓ ઉભી કરી હતી. જેની તપાસ કરવામાં આવે તો આંકડો 500 કરોડ થાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે.

જન્મદિવસમાં.પોલીસ ગિફ્ટ આપવાના બહાને પહોંચી હતી
3.74 કરોડની છેતરપિંડીના ગુનામાં નાસ્તો કરતો પ્રદીપ શુકલા પત્ની સોનુનો શુક્રવારે જન્મદિવસ હોવાથી આવ્યો હતો. પોલીસ ત્યાં મહેમાન બનીને ગઈ હતી.પોલીસ ગિફ્ટ આપવાના બહાને પહોંચી હતી. ત્યારબાદ પ્રદીપ શુક્લાને ઝડપી પાડ્યો હતો, અને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રદીપ શુક્લા અને તેની ટોળકી અનેક લોકો સાથે છેતરપિંડી હાજરી હોવાનું સામે આવ્યું છે. જોકે, વધુ તપાસ થાય તો પ્રદીપ અને તેની ટોળકી સામે વધુ નાણાંની છેતરપિંડીના કેસ નોંધાય તેવી શક્યતા રહેલી છે.

છેલ્લા એક વર્ષથી આરોપી મુંબઈ અને અમદાવાદમાં છુપાઈને રહેતો હતો
પ્રોડ્યુસર પ્રદીપ શુક્લાને શનિવારે ઇકો સેલે પકડી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને છ દિવસના રિમાન્ડ આપ્યા છે. મુન્ના શુક્લાએ રાડો ગુજરાતી ફિલ્મમાં રોકાણ કર્યું હતું. આ ફિલ્મ ફલોપ જતા 16 કરોડનું નુકસાન થયું હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું છે. છેલ્લા એક વર્ષથી આરોપી મુંબઈ અને અમદાવાદમાં છુપાઈને રહેતો હતો. આ ગુનામાં પાંચ આરોપી પકડાયા છે. હજુ તેનો 10%નો પાર્ટનર ધનંજય ફરાર હોવાનું સામે આવ્યું છે.

ફિલ્મી ઢબે ધરપકડ કરી
રોકાણની સામે મહિને 4 ટકાથી લઈને 22 ટકા સુધીના વળતરની સ્કીમોમાં રોકાણ કરાવી ઉઠમણું કરનાર વેસુ વીઆઈપી રોડ સ્થિત એબ્રોસીયા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતી શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝની શુકુલ વેલ્થ ક્રિએટર કંપનીના અધ્યક્ષની ઈકો સેલે તે પત્નીની બર્થડે હોય ઉજવણી માટે પાલના કિનાર હાઈટસ સ્થિત ઘરે આવ્યો હતો ત્યારે ફિલ્મી ઢબે ધરપકડ કરી હતી.ઉલ્લેખનીય છે કે રોકાણકારોના પૈસામાંથી જ ત્રણ ગુજરાતી ફિલ્મ સહિત પાંચ ફિલ્મ પ્રોડયુસ કરનાર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકુલ સવા વર્ષથી ફરાર હતો.

આ આરોપી ઝડપાયા
એબ્રોસીયા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતી શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝની શુકુલ વેલ્થ ક્રિએટર કંપનીએ પોતાની મની ફાઉન્ડર સ્કીમમાં રોકાણની સામે મહિને 4 ટકાથી લઈને 22 ટકા સુધીના વળતરની લાલચ આપી રોકાણ કરાવી બાદમાં સેબીની રેઈડ પડયા બાદ ઉઠમણું કરતા તાડવાડીની મહિલા, પરિવારજનો અને અન્યોના રૂ.65 લાખ ફસાયાની ફરિયાદ શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝના પ્રદીપ શુકુલ ઉર્ફે મુન્ના શુકુલ, ધનંજય ભીખુભાઈ બારડ, દેવેશ સુરેન્દ્ર તિવારી, સંદીપકુમાર મનુભાઈ પટેલ, વિમલ ઈશ્વરભાઈ પંચાલ, મયુર ઘનશ્યામભાઈ નાવડીયા, હેપ્પી કિશોરભાઈ કાનાણી વિરૂદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં જાન્યુઆરી 2023 માં નોંધાઈ હતી.આ ગુનાની તપાસ કરી રહેલા ઈકો સેલે તે પૈકી મહિલા ડાયરેક્ટર હેપ્પી કાનાણી, મયુર નાવડીયા અને વિમલ પંચાલની ધરપકડ કરી હતી.જયારે ફરિયાદ નોંધાયાના બે મહિના બાદ કંપનીના બે ડાયરેક્ટર દેવેશ સુરેન્દ્ર તિવારી અને સંદીપકુમાર મનુભાઈ પટેલની ઈકો સેલે ધરપકડ કરી હતી.